Western Times News

Gujarati News

આમોદના આછોદ ગામે જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા

 પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી.

(વિરલ રાણા) ભરૂચ,આમોદ તાલુકાના આછોદ ગામે ગત રોજ પત્તા પાનાં વડે હાર જીતનો જુગાર રમતા ત્રણ જુગારીને આમોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના આછોદ ગામે પોલીસ પેટ્રોલીંગમાં હતી.

ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આછોદ ગામે પાણીના ફિલ્ટર પ્લાન્ટની પાછળ તળાવની પાળ ઉપર કેટલાક ઈસમો ભેગા થઈ પત્તા પાના વડે પૈસાથી પોતાના ફાયદા માટે હાર જીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેડ કરતા આછોદ ગામના જુગાર રમતાં ત્રણ ઈસમો નામે (૧) જુબેર ઈસ્માઈલ યુસુફ બુસીયા

(૨) સઈદ વલી યુસુફ ઈદીયા

(૩) યાસીન યાકુબ અલી ગોરી સહિતના લોકોને ઝડપી પાડી તેમની પાસેથી અંગ ઝડતીના ૫૦૦૦ રોકડા તેમજ દાવ ઉપરના ૭૨૦ મળી કુલ ૫૭૨૦ ના મુદ્દામાલ સાથે ત્રણેય સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.