Western Times News

Gujarati News

અભિનેતા આમિર ખાન નવા ઘરમાં શિફ્ટ થવા માગે છે

મુંબઈ, મુંબઈનું નવરોઝ બિલ્ડિંગ મોંઘા બાંધકામ પૈકીનું એક છે જે આગામી દિવસોમાં પાલી હિલનો ભાગ હશે. જે લગભગ તૈયાર થઈ ગયું છે પણ હજુ ઘણાં ફ્લેટ્‌સ ખાલી છે. આ ફ્લેટ્‌સ સામાન્ય વ્યક્તિને પરવડે તેમ નથી. બોલિવૂડનો સુપરસ્ટાર આમિર ખાન નવરોઝમાં એપાર્ટમેન્ટ શોધી રહ્યો હતો કે જેના આંગણાની દીવાલ ગુલઝારના બંગલો સાથે જાેડાયેલી હોય.

આમિર ખાને હજુ આ ડીલ ફાઈનલ નથી કરી પરંતુ, ચોક્કસપણે નવરોઝ અથવા કોઈ અન્ય બિલ્ડિંગમાં રહેવા જવાનું વિચારી રહ્યો છે. એક વાત નક્કી છે કે આમિર ખાન હવે મરિના અથવા Bella Vista બિલ્ડિંગ્સમાં વધુ રહેવા નથી માગતો. અથવા તો પછી નવરોઝમાં રોકાણ કરવાના હેતુથી એપાર્ટમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યો છે.

વર્ષ ૨૦૧૩માં એ પ્રકારે પણ રિપોર્ટ્‌સ આવ્યા હતા કે આમિર ખાન Lower Parel વિસ્તારમાં ઘર શોધી રહ્યો હતો. ત્યારે એવી પણ ચર્ચાઓ થઈ હતી કે આમિર ખાન પાલી હિલ વિસ્તાર છોડવા માગે છે. પણ, હવે એવું લાગી રહ્યું છે કે આમિર ખાન માટે હજુ પણ પાલી હિલ વિસ્તાર પસંદગીની જગ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, આમિર ખાન હવે કરીના કપૂર સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જાેવા મળશે.

આ ફિલ્મ હોલિવુડ મૂવી ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે. એક ઈવેન્ટ દરમિયાન આ વિશે વાત કરતાં ૫૭ વર્ષીય આમિરે કહ્યું કે, તેને બોલિવુડ છોડી દેવાનો વિચાર આવ્યો હતો કારણકે તેને લાગતું હતું કે તે ‘સ્વાર્થી’ બનીને પોતાની બધી જ ઊર્જા માત્ર કામમાં લગાડી રહ્યો છે અને પરિવાર માટે બિલકુલ સમય નથી કાઢતો. ખાસ કરીને બાળકોને સમય ના આપી શકવાનું આમિરને દુઃખ હતું.

આમિર ખાને કહ્યું, “જ્યારે હું એક્ટર બન્યો ત્યારે મેં વિચાર્યું કે પરિવાર તો હંમેશા મારી સાથે જ રહેશે અને મેં તેમને હળવાશમાં લેવાના શરૂ કર્યા. ત્યારબાદ હું દર્શકોના દિલ જીતવાની સફર પર નીકળી ગયો. તમે શરૂઆત કરો છો ત્યારે તમે ખૂબ મહેનત કરો છો પરંતુ હું ૩૦-૩૫ વર્ષ સુધી આ જ પ્રકારે કરતો રહ્યો.

હું સ્વાર્થી બની ગયો હતો. હું માત્ર પોતાના વિશે વિચારતો હતો. હું મારા બાળકોની સાથે તો હતો પરંતુ જે રીતે હોવું જાેઈએ તેવી રીતે નહોતો. પરંતુ હવે હું આવું કરી રહ્યો છું. ૫૬-૫૭ વર્ષની વયે મને આ વાતનો અહેસાસ થયો.

હું વિચારું છું કે, આ વાતનો અહેસાસ મને ૮૬ વર્ષની વયે થયો હોત તો શું થાત? પરંતુ અત્યારે મારી પાસે સમય છે કે હું તેને સુધારી શકું. મારા બાળકો શું ઈચ્છે છે તે મને નથી ખબર એટલે જ આ એક મોટી સમસ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.