Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં સગો પિતા બન્યો હેવાન બાર વર્ષિય પુત્રી પર ગુજાર્યો બળાત્કાર.

ભરૂચ,અંકલેશ્વર તાલુકામાં સગા બાપે દીકરીને હવસનો શિકાર બનાવતા મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. પિશાચ બનેલા પિતાએ ત્રણ મહિનામાં કેટલી વખત માસુમ પુત્રીને પીખી નાંખી પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. બે દિવસ અગાઉ માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતા પુછપરછમાં પિતાની પિશાચી કરતૂતનો પર્દાફાશ થતા માતા દીકરીને લઈ પોલીસ મથકે પહોચી હતી. ઘટના અંગે માતાએ દીકરી સાથે થયેલા અમાનુષી અત્યાચારની પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરમાં એક ઘટનાએ બાળકીના માનસ પટલ ઉપર એવી નકારાત્મક છાપ ઉભી કરી છે કે, પિતા ઘરમાં પ્રવેશે ત્યારથી તેના પગ થરથર કાપી ઉઠે છે. આ વાત તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની બાર વર્ષની દીકરીની છે. આ બાળકી છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર દુષ્કર્મનો ભોગ બની રહી છે. કુમળી વયની બાળકીને હવસનો શિકાર અન્ય કોઈ નહિ પરંતુ તેનો પિતા બનાવતો હતો.

વારંવાર બાળકીના શરીરને પીખતા આ પિશાચી પિતા સામે બાળકી કોઈને હકીકત પણ જણાવી શકતી ન હતી અને ચુપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી હતી પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે તે બાળકીને માર મારી ભયમાં રાખતો હતો. બાળકીએ તેની માતા સમક્ષ શારીરિક પીડાની ફરિયાદ કરી હતી સાથે બાળકી અત્યંત ભયભીત પણ જણાઈ હતી. માતા હુંફ આપી બાળકીને પુછતા પિતા દ્વારા બળાત્કાર ગુજારાતો હોવાનું બાળકીએ જણાવ્યું હતું. પતિના પિશાચી કૃત્ય વિષે જાણી માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી.

ચોંકી ઉઠેલી માતાએ પતિને ઠપકો આપ્યો હતો. આ બાદ તેજ રાતે ફરી શેતાન પિતા બાળકીને હવસનો શિકાર બનાવવા પ્રયાસ કરતા માતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોચી ગઈ હતી ઘટનાની ગંભીરતા પારખી પોલીસે માતાની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ પુત્રી ઉપર બળાત્કાર ગુજારવાની અને માર મારવાની ફરિયાદ દાખલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.