Western Times News

Gujarati News

જ્ઞાનજ્યોત વિદ્યાલય, ગોડાદરા-સુરતના ૦૬ વિદ્યાર્થીઓ યોગાસન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા

સુરત ખેલ મહાકુંભ 2021-2022 અંતર્ગત સેવન સ્ટેપ્સ સ્કૂલ, પાલનપુર ,સુરત ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અંડર -14 ભાઇઓમાં જ્ઞાનજ્યોત વિદ્યાલયના વર્મા આકાશ પ્રકાશ ભાઈએ વ્યકિગત ઇવેન્ટમાં પ્રથમ અને રજાક આદિત્ય રાજુભાઇએ રિધમિક ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જયારે અંડર -14 બહેનોમાં પટેલ સમીક્ષા માધવસિહએ રિધમિક ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું

, ઉપરાંત અંડર -17 બહેનોમાં બલદાણીયા અંજલી પ્રવિણભાઈએ ટ્રેડીશનલ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું . જયારે ઓપન એજ ભાઈઓના ગ્રુપમાં જ્ઞાનજ્યોત વિદ્યાલયના પ્રજાપતિ ચેતન ગોરારામે ટ્રેડીશનલ ઇવેન્ટમાં પ્રથમ અને ઘાંચી અંકિત શંકરભાઈએ રિધમિક ઇવેન્ટમાં દ્રિતીય સ્થાન મેળવ્યું હતુ. આ તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ઠ દેખાવ બદલ અને રાજ્ય કક્ષાએ પસંદગી પામવા બદલ શાળા પરિવાર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.