જીસીએસ હોસ્પિટલ ખાતે થઇ “મધર્સ ડે”ની ખાસ રીતે ઉજવણી
જીસીએસ હોસ્પિટલ ખાતે મધર્સ ડેની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જીસીએસ હોસ્પિટલના વુમનિયા ગ્રુપ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં હોસ્પિટલના મહિલા સ્ટાફ તેમના બાળકોને સાથે લઈને આવ્યા હતા. વર્કીંગ માતાઓએ તેમના વ્યસ્ત કામમાંથી સમય કાઢીને બાળકો સાથે વિવિધ રમતો રમીને ઉજવણી કરી હતી. માતાઓ બાળકો સાથે મળીને મધર્સ ડે ઉજવી શકે અને બાળકોને તેમની માતાના કામ વિષે સમજ આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. બાળકોએ તેમની માતા વિષે સરાહનાના શબ્દો કહ્યા હતા, આવા ભાવુક શબ્દો
સાંભળીને બધી મધર્સની આંખો ખુશીના આંસુથી છલકાઈ ઉઠી હતી.