Western Times News

Gujarati News

શહેરાના ગાગડયા ખાતે આવેલી શ્રી સર્વોદય હાઈસ્કૂલ આચાર્યનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો

શહેરા તાલૂકાના ગાગડયા ખાતે આવેલી શ્રી સર્વોદય હાઈસ્કૂલ  આચાર્ય અમરસિંહ સાલમસિંહ પટેલ વય નિવૃત્ત થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. 30 વર્ષની શૈક્ષણિક તેમજ વહીવટ કામગીરીને બિરદાવી શાળા તેમજ પરીવાર અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમના તંદુરસ્ત સ્વાસ્થ્ય, સામાજિક સેવાકીય પ્રવૃત્તિમાં સક્રિય રહે તેમજ દીર્ઘાયુ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી,ગ્રામજનો વિદ્યાર્થી,શિક્ષણવિદો, શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ,ઉપસ્થિત રહ્યા હતા,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.