ભૂમિ પેડનેકરે M·A·C કોસ્મેસ્ટિક્સમાંથી લિપસ્ટિક સુપરસ્ટાર્સ પસંદ કર્યા
મુંબઇ, વિશ્વની સૌથી વધુ આઇકોનિક મેકઅપ બ્રાન્ડ M•A•C કોસ્મેટિક્સ ઇન્ડિયાએ તેમની બ્રાન્ડ એમ્બેસેડર અભિનેત્રી ભૂમિ પેડનેકર સાથે તેમના નવા અભિયાન માટે સહયોગ કર્યો છે,
જેમાં તેણે કંપનીના મેટ અને રેટ્રો મેટ રેન્જમાં બેસ્ટ સેલરમાંથી પાંચ મનપસંદ લિપસ્ટિક સુપરસ્ટાર શેડ્સ પસંદ કર્યા છે. BHUMI PEDNEKAR HANDPICKS HER LIPSTICK SUPERSTARS WITH M·A·C COSMETICS
120 કરતાં વધારે અજોડ શેડની રેન્જ, તીવ્ર કલર પેઓફ સાથે લાંબા સમય સુધી ટકી રહે તેવી લિપસ્ટિકની ફોર્મ્યુલા, ઝાંખી ના થાય તેવી અને સંપૂર્ણપણે મેટ ફિનિશ સાથે, ‘સુપરસ્ટાર લિપસ્ટિક્સ’ અભિયાનમાં ટોચની બેસ્ટસેલર અને ભૂમિની મનપસંદ લિપસ્ટિક્સ જેમ કે, રુબી વૂ, વેલ્વેટ ટેડ્ડી, દિવા મ્હેર અને ઓલ ફ્રાઇડ અપ બતાવવામાં આવી છે,
જેની કિંમત INR 1100થી શરૂ થાય છે. દરેક મેકઅપ પ્રેમીઓ માટે બેસ્ટ-સેલિંગ M·A·C સુપરસ્ટાર લિપસ્ટિક તૈયાર કરવામાં આવી છે.
આ સહયોગ અંગે બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડની અગ્રણી અભિનેત્રી ભૂમિ પેડનેકરે જણાવ્યું હતું કે, “M·A·C કોસ્મેટિક્સ ઇન્ડિયાની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ ખૂબ જ ઉત્સાહજનક સફર છે અને મારી બેસ્ટસેલર લિપસ્ટિક્સ પસંદ કરવા અંગે ખૂબ જ ઉત્સાહિત છું.
મેં પાર્ટીથી લઇને બેસ્ટીસ સાથે નાઇટ આઉટ અને કામથી લઇને રમત સુધીના દરેક પ્રસંગ માટે ખાસ શેડ પસંદ કર્યો છે, આ કલ્ચરલ લિપસ્ટિક દરેક પ્રસંગે તમને ઉપયોગમાં આવી શકે તેવી છે. M·A·C કોસ્મેટિક્સ વ્યક્તિગતતાને તેના ખરા સ્વરૂપમાં ઉજવવા માટે ઓળખાય છે, અને આ કલેક્શન બ્રાન્ડની ઓળખનો પરફેક્ટ રીતે પડઘો પાડે છે.”
આ લોન્ચિંગ અંગે M•A•C કોસ્મેટિક્સ ઇન્ડિયાના બ્રાન્ડ મેનેજર કરેન થોમ્પ્સને જણાવ્યું હતું કે, “ભૂમિની વ્યક્તિગત પસંદગીઓ અને અમારા બેસ્ટસેલર્સ કે જે ભારતીય માર્કેટ માટે પરફેક્ટ પાંચ શેડ છે તે માટે તેની સાથે સહયોગ કરવામાં ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ.
મેકઅપ પ્રેમી તરીકે, અમારા માટે ભૂમિએ તેના મનપસંદ શેડ્સ પસંદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને અમે દિવા અને રુબી વૂ જેવા અમારા ટોચના બેસ્ટસેલર્સને પણ સમાવ્યા છે, જેથી દરેક વ્યક્તિ માટે અને દરેક પ્રસંગ માટે એક શેડ છે તેની ખાતરી કરી શકાય. અમારી લિપસ્ટિકની રેન્જ બોલ્ડ રેડ્સથી લઇને વાઇબ્રન્ટ પિંક અને સોફ્ટર ન્યૂડ સુધીના 120 કરતાં વધારે શેડ્સ સાથે અજોડ છે જેનો ઉદ્દેશ્ય તમને રોજબરોજ આત્મવિશ્વાસુ, તેજસ્વી અને સુપરસ્ટાર હોવાનો અહેસાસ કરાવવાનો છે.”
ગ્લોબલ સિનિયર આર્ટિસ્ટ સોનિક સારવેટે ભારપૂર્વક કહ્યું હતું કે, “ભૂમિએ પસંદ કરેલી દરેક લિપસ્ટિક પોતાની રીતે સુપરસ્ટાર છે. હું આ શેડ્સને કોઇપણ પ્રસંગો, ઋતુઓ અને ટ્રેન્ડ્સમાં ચાલી શકે તેવા શેડ તરીકે જોઉં છું. તમે શીખાઉ હોવ, મેકઅપ આર્ટિસ્ટ હોવ કે પછી મેકઅપનો આનંદ માણવા માંગતા હોવ, તો આ ખરેખર એવા શેડ્સ છે જે દરેક વ્યક્તિની વેનિટીમાં અચૂક હોવા જોઇએ.”
લિપસ્ટિક સુપરસ્ટાર્સ MAC કોસ્મેટિક્સ ઇન્ડિયાના તમામ સ્ટોર, maccosmetics.in, Nykaa.com, Myntra.com, TataCliq.com, Purplle.com, Ajio.com, NNNOW.com, Boddess.com અને ShoppersStop.com પર ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.