જાહન્વી કપૂરે પહેર્યો શોર્ટ ડ્રેસ, સંભાળવો થયો મુશ્કેલ

મુંબઈ, જાહન્વી કપૂર ગત રોજ મુંબઇની રેસ્ટોરન્ટમાં બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ (લિટલ બ્લેક ડ્રેસ) પહેરીને ડિનર લેવા પહોંચી હતી. આ સમયે તે ઘણી જ સેક્સી દેખાઇ રહી હતી. પણ આ ડ્રેસ તેનાં માટે ઘણો જ અનકમ્ફર્ટેબલ હતો. તે અસહજ અનુભવતી હતી અને વારંવાર તેનો ડ્રેસ સરખો કરતી જાેવા મળી રહી હતી. જાહન્વી કપૂર બ્લેક રંગના શોર્ટ વન પીસમાં હતી. તેના હાથમાં બ્લેક બેગ હતી.
જાહન્વીએ લાઇટ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણે સાથે નાનકડું પર્સ પણ લીધુ હતું. આ વીડિયોમાં લોકોએ ખુબ બધી કમેન્ટ્સ કરીને તેને ટ્રોલ પણ કરી હતી. કેટલાંકને તે સેક્સી લાગી તો કેટલાંકે તેની ડ્રેસિંગ સેન્સ પર સવાલ ઉઠાવ્યો હતો.
તેમણે લખ્યું હતું કે, ‘લાગે છે, નાઇટ ડ્રેસ પહેરીને ડિનર લેવાં આવી છે.’ તો કોઇએ લખ્યું છે કે, ‘તેને ડ્રેસિંગ સેન્સની સમજ નથી. તો એક લખ્યું છે, આ શું પહેરીને આવી ગઇ છે. ‘ તો એક વ્યક્તિ લખે છે, ‘ઘણી જ હોટ લાગે છે આ કપડાંમાં.’ અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે.
‘નાઇટી પહેરીને આવી ગઇ કે શું.’ અન્ય એકે લખ્યું છે, ‘જાણે કે લોન્જરી પહેરીને જ આવી હોય એવું લાગે છે.’ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહન્વી કપૂર ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં રાજકુમાર રાવ સાથે જાેવા મળશે. આ ઉપરાંત તે ‘મિલી’, ‘ગુડ લક જેરી’, ‘બવાલ’માં કામ કરી રહી છે. જાહન્વી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને હાલમાં તે તેની અપકમિંગ ફિલ્મની તૈયારીઓ કરી રહી છે.SS1MS