Western Times News

Gujarati News

S.G. હાઈવે પર કાર ચાલકે વાહનોને અડફેટમાં લીધા

 

ચીમનભાઈ ઈન્સ્ટીટ્યુટ પાસે રાત્રે ૧ વાગ્યે સર્જાયેલો ગમખ્વાર અકસ્માતઃ ૬ વ્યક્તિને
ગંભીર ઈજાઃ કાર ચાલક દારૂ પીધેલો હોવાનો ઈજાગ્રસ્તોનો આક્ષેપ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે કડક કાયદાઓનો અમલ શરૂ થયો છે ત્યારે શહેરમાં અકસ્માતોની સંખ્યા પણ ઘટાડવા માટે સ્પીડ લીમીટ સહિતના નિયમો બનાવાયા છે. શહેરના ચોક્કસ વિસ્તારમાં જ ટ્રાફિક નિયમનનો અમલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહયા છે

ત્યારે ગઈકાલે રાત્રે શહેરના એસ.જી. હાઈવે પર એક ચોંકાવનારો અકસ્માત થયો છે જેમાં કાર ચાલકે બે થી વધુ ટુ વ્હીલરોને હડફેટમાં લેતા પાંચ વ્યક્તિઅોને  ગંભીર ઈજાઓ પહોંચી છે જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ગઈકાલ રાત્રે અકસ્માતની બનેલી ઘટનાથી પોલીસતંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. ઈજાગ્રસ્ત તમામ હોસ્પિટલમાં  સારવાર હેઠળ છે. એટલું નહી પરંતુ ઈજાગ્રસ્તોએ કારનો ચાલક દારૂ પીધેલ હોવાનો પણ આક્ષેપ કરી રહયા છે. જેના પગલે કાર ચાલકનો મેડીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનનો અમલ શરૂ થઈ ગયો છે પરંતુ આ કાર્યવાહીમાં પોલીસતંત્રની સીમે આક્ષેપો થઈ રહયા છે. ટ્રાફિક નિયમનની જવાબદારીમાંથી છટકવા માટે ટ્રાફિક પોલીસે સીસીટીવી કેમેરા લગાડી દીધા છે અને માત્ર દંડ વસુલવાની કામગીરી કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. પરંતુ ટ્રાફિક પોલીસ નજરે પડતી નથી જેના પરિણામે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

શહેરના આંબાવાડી વિસ્તારમાં દિવસભર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. પરંતુ છેલ્લા ર૦ દિવસથી સર્જાયેલી આ પરિસ્પથિતિને  હળવી કરવા માટે કોર્પોરેશન કે પોલીસતંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સ્પીડ લીમીટ પણ નકકી કરવામાં આવી છે.

પરંતુ ગઈકાલે રાત્રે શહેરના એસ.જી. હાઈવે પર ચીમનભાઈ ઈન્સ્ટીટયુટ પાસે અકસ્માતની એક ચોંકાવનારી ઘટના ઘટી છે. રામદેવનગર ઓરકેડ પાર્કમાં રહેતો રોહન રાજેશ શર્મા નામનો ૩૧ વર્ષનો યુવાન રાત્રે ૧.૦૦ વાગ્યાની આસપાસ પોતાની બોલેરો ગાડી લઈને પસાર થઈ રહયો હતો આ દરમિયાન આગળ જઈ રહેલી બાઈક તથા  એક્ટિવાને જારદાર ટક્કર મારતાં આ બંને વાહનો પર બેઠેલા નાગરિકો ઉછળીને રસ્તા પર પટકાયા હતાં. જેના પરિણામે ભારે બુમાબુમ થઈ ગઈ હતી અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.

ઘટના સ્થળ પર એકત્ર થયેલા લોકોએ તાકિદે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં સ્થળ પર આવી પહોંચી હતી. બીજીબાજુ એસ.જી.હાઈવે ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતાં. આ દરમિયાનમાં લોકોના ટોળાને જાઈ રોહન શર્માએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો

પરંતુ પોલીસ અધિકારીઓએ ગણતરીની મીનીટોમાં જ તેને ઝડપી લીધો હતો. બાઈક પર પસાર થઈ રહેલા જીમીત હરેશ રાવલ (ઉ.વ.ર૩) (રહે. કિરણનગર વેજલપુર) તથા તેનો મિત્ર અને એકિટવા   પર જઈ રહેલા જયેશ ભીખાભાઈ રબારી, રાજેશ સાગર, દિનેશ તથા જેમીસ નામનો ૧ર વર્ષનો બાળક રસ્તા પર પટકાતા આ છએ વ્યક્તિઅોને હાથે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત તમામને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સોલા સિવિલ તથા આસપાસની ખાનગી હોસ્પિટલોમાં  ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે તાત્કાલિક રોહન શર્માની ધરપકડ કરી લીધી હતી. બીજીબાજુ ઈજાગ્રસ્ત યુવકોએ આક્ષેપ કર્યો હતો કે કાર ચાલક રોહન શર્મા દારૂ પીધેલો હતો જેના પગલે પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. રોહન શર્માની ધરપકડ કર્યાં બાદ તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.

એસ.જી.હાઈવે પર ખાણીપીણીની બજારો હોવાથી તથા હાઈવેના કારણે અહીંયા આખી રાત લકઝરી બસો તથા અન્ય વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. ખાણીપીણીની બજારોના કારણે શહેરભરમાંથી લોકો અહીયા આવતા હોય છે પરંતુ સ્પીડ લીમીટના લીરેલીરા વાહનચાલકો ઉડાડતા હોય છે. રોહન શર્મા પણ ફુલ સ્પીડમાં પસાર થઈ રહયો હતો અને તેણે આગળ જતાં વાહનોને ટક્કરો મારી હતી.

આ ઘટનાના પગલે  એક્ટિવા અને બાઈકને ભારે નુકસાન થયું છે જયારે કારના આગળના ભાગને પણ નુકસાન પહોંચ્યું છે. ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. એસ.જી.હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે બનેલી ઘટનાથી ટ્રાફિક પોલીસની કામગીરી  ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. એસ.જી.હાઈવે પર ર૪ કલાક સતત વાહનોની અવરજવર રહેતી હોય છે.

પરંતુ રાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસની ગેરહાજરી જણાતી હોય છે. ઈસ્કોન ચાર રસ્તાથી લઈ સરખેજ સુધીના રસ્તા પર રાતભર ખાનગી લકઝરી બસો, એસ.ટી. બસો તથા પ્રવાસી વાહનોથી ધમધમતો હોય છે અને અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના પરિણામે ઈસ્કોન ચાર રસ્તા પાસે સતત ટ્રાફિક જામના દ્રશ્યો રાત્રિ દરમિયાન સર્જાતા હોય છે.

રસ્તા પર પા‹કગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત શહેરના કેટલાક ટ્રાફિક સિગ્નલો રાત્રે પણ ચાલુ રહે છે. દંડનીય કાર્યવાહી માત્ર ટુ વ્હીલરો સામે જ થતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આઈઆઈએમ રોડ, એસ.જી. હાઈવે સહિતના માર્ગો પર સાંજ પડતાં જ કાર ચાલકો રોડ પર જ વાહનો પાર્ક કરીને મહેફિલો માણતા જાવા મળી રહયા છે. પરંતુ પોલીસતંત્ર આવા નબીરાઓ સામે કાર્યવાહી નહી કરતા હોવાથી વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.