Western Times News

Gujarati News

રાજકોટના ગોંડલમાં હચમચાવી દેનારી ઘટના બની: ત્રણ હેવાનોએ સગીરાને બનાવી હવસનો શિકાર

રાજકોટ , રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક સગીરા ત્રણ હેવાનોની વાસનાનો ભોગ બની હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. ગોંડલના ઉમરાળા રોડ પર એકાંત માળી રહેલા પ્રેમી યુગલ પર ત્રણ જેટલા શખ્સોની નજર પડી હતી. જે બાદમાં ત્રણેય હેવાનોએ પોતાની કામવાસના સંતોષવા માટે સગીરાને પોતાનો શિકાર બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ ત્રણેયએ તેના પ્રેમીને છરીની અણીએ બાનમાં રાખ્યો હતો અને સગીરા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.

સમગ્ર મામલાની જાણ ગોંડલ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ગોંડલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક સગીરા ત્રણ હેવાનોની વાસનાનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગોંડલના ચોરડી દરવાજા પાસે રહેતો પ્રતીક પિત્રોડા નામનો યુવાન પોતાની સગીર વયની પ્રેમિકા સાથે ઉમરાળા રોડ પર એકાંત માણી રહ્યો હતો.

આ સમયે અજય નાથ, દિનેશ નાથ તેમજ મુકેશ નાથ સહિતના ત્રણ શખ્સો મોટર સાઇકલ પર સવાર થઈને નીકળ્યા હતા. પ્રેમી યુવલ કંઇ સમજે તે પૂર્વે જ ત્રણેય શખ્સોએ યુવક સાથે મારઝૂડ કરી હતીત્રણેયએ યુવકને છરીની અણીએ ગોંધી રાખ્યો હતો અને ત્યાર બાદ સગીરાને ૩૦૦ મીટર દૂર ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.

સમાજમાં આબરૂ જવાની બીકે તેમજ નામ જાહેર થશે તેમજ બદનામી થશે તેવા ડરથી તરુણી તેમજ તેના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા માગતા ન હતા. જાેકે, પોલીસે સમજાવ્યા બાદ તરૂણીના પરિવારે ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદમાં પોલીસે તાત્કાલિક અસરથી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હતી.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.