યાત્રીની માંગમાં વધારો થતાં રેલવે અમદાવાદથી મુંબઈ અને વડોદરા વચ્ચે ૩ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
અમદાવાદ, યાત્રીની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
૧. ટ્રેન નંબર ૧૯૪૧૮/૧૯૪૧૭ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૯૪૧૮ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન તારીખ ૬ જૂન ૨૦૨૨ થી આગામી સૂચના સુધી દરરોજ અમદાવાદથી ૨૩ઃ૩૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૪ઃ૫૫ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૯૪૧૭ મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એક્સપ્રેસ તારીખ ૯ જૂન ૨૦૨૨ થી આગામી સૂચના સુધી દરરોજ ૧૨ઃ૫૦ કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે ૦૩ઃ૦૫ કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણિનગર, મહેમદાવાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, પનૌલી, કોસંબા, કીમ, સાયણ, ગોઠણગામ, કોસાડ, ઉત્રાણ, સુરત, ઉધના, ભેસ્તાન, સચિન, મરોલી, નવસારી, બેડછા, અંચેલી, અમલસાડ, બીલીમોરા, જાેરાવાસણ, ડુંગરી, વલસાડ, અતુલ, પારડી, ઉદવાડા, વાપી, કરમબેલી, ભીલાડ, સંજાણ, ઉમરગામ રોડ, ઘોલવડ, દહાણુ રોડ, વાનગાંવ,
બોઈસર, પાલઘર, કેલવે રોડ, સફાલે, વૈતરણા, વિરાર, વસઈ રોડ અને બોરીવલી ’સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર ૧૯૪૧૮ બારેજડી, કનીજ, નૈનપુર, મિયાગામ, કરજણ અને પાલેજ સ્ટેશન પર રોકાશે. તથા ટ્રેન નંબર ૧૯૪૧૭ દાદર, અંધેરી, નાબીપુર અને વરેડિયા સ્ટેશનો પર પણ રોકાશે.
૨. ટ્રેન નંબર ૧૯૦૩૬/૧૯૦૩૫ અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
ટ્રેન નંબર ૧૯૦૩૬ અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ ૬ જૂન ૨૦૨૨ થી આગળની સૂચના સુધી દરરોજ અમદાવાદથી દરરોજ ૧૪ઃ૦૦ કલાકે ઉપડશે અને ૧૬ઃ૪૫ કલાકે વડોદરા પહોંચશે, તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૯૦૩૫ વડોદરા – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ ૬ જૂન ૨૦૨૨ થી આગળની સૂચના સુધી વડોદરાથી દરરોજ ૧૮ઃ૨૦ કલાકે ઉપડશે અને ૨૦ઃ૪૫ કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં મણિનગર, બારેજડી, મહેમદાવાદ ખેડા રોડ, નડિયાદ, કણજરી બોરિયાવી, આણંદ, વાસદ અને બાજવા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં જનરલ ક્લાસ, સેકન્ડ સીટિંગ અને એસી ચેર કાર કોચ હશે. ટ્રેન નંબર ૧૯૦૩૬ રણોલી સ્ટેશન પર પણ રોકાશે.
૩. ટ્રેન નંબર ૦૯૩૧૨/૦૯૨૭૩ અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
ટ્રેન નંબર ૦૯૩૧૨ અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ તારીખ ૫ જૂન, ૨૦૨૨ થી આગળની સૂચના સુધી અમદાવાદથી દરરોજ ૧૭ઃ૦૦ કલાકે ઉપડશે અને ૨૦ઃ૦૫ કલાકે વડોદરા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૨૭૩ વડોદરા – અમદાવાદ મેમુ સ્પેશિયલ તારીખ ૦૫ મે ૨૦૨૨ થી આગળની સૂચના સુધી વડોદરાથી દરરોજ ૧૦ઃ૧૫ કલાકે ઉપડશે
અને ૧૩ઃ૩૫ કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મણિનગર, વટવા, ગેરતપુર, બારેજડી, કનિલ, નૈનપુર, મહેમદાવાદ ખેડા રોડ, ગોઠજ, નડિયાદ, ઉતરસંડા, કણજરી બોરીયાવી, આણંદ, વડોદ, અડાસરોડ, વાસદ, નંદેસરી, રણોલી અને બાજવા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ અનારક્ષિત રહેશે. ટ્રેન નંબર ૧૯૦૩૬/૧૯૦૩૫ માટે બૂકિંગ તારીખ ૦૪ જૂન ૨૦૨૨ થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે.