Western Times News

Gujarati News

કાજલ અગ્રવાલના ચહેરા પર જાેવા મળ્યો નિખાર

કાજલ હાલમાં Karungaapiyam, Ghosty  અને Uma જેવી ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે

કાજલે મા બન્યા બાદ શેર કરી અત્યાર સુધીની સૌથી સુંદર તસવીરો

મુંબઈ,કાજલ અગ્રવાલ એ આ દિવસોમાં મધરહુડ એન્જાેય કરી રહી છે.હાલમાં જ તેણે લાંબા સમય બાદ તેનાં સોશિયલ મીડિયા પેજ પર કેટલિક તસવીરો શેર કરી છે જેમાં તેની સુંદર મુસ્કાન જાેવા જેવી છે .એક્ટ્રેસની તસવીરો પર લાખો લાઇક્સ અને હજારો કમેન્ટ્‌સ આવી રહી છે.

અને લોકો તેનાં કેઝ્‌યુઅલ લૂકને ખુબજ પસંદ કરી રહ્યાં છે. અભિનેત્રીએ તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘વધતી, ચમકતી અને કાયમ આભારી..

આજે તમે શેના માટે આભારી છો?…’ તસવીરમાં સુંદર સ્મિત સાથે અભિનેત્રી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.કાજલની મિલિયન ડોલરની સ્મિત કોઈને પણ તેના માટે પાગલ કરી શકે છે અને આજે તેણે આવી તસવીર સાથે ફેન્સ ડે બનાવ્યો છે.

કાજલ હાલમાં Karungaapiyam, Ghosty અને Uma  જેવી ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે.અને ત્રોણેય તમિલ ફિલ્મોનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલું છે.

કાજલ છેલ્લે તમિલ ફિલ્મ હે સિનામિકામાં જાેવા મળી હતી જેમાં તે દુલકર સલમાનની સાથે જાેવા મળી હતી. જ્યારે કાજલ ગર્ભવતી હતી, ત્યારે તેણે તમામ પ્રોજેક્ટ્‌સ સ્વીકારવાની ના પાડી દીધી હતી પરંતુ તેમ છતાં તેની પાસે ઘણી ફિલ્મો પેન્ડિંગ છે.

પ્રેગ્નેન્સી સમયે પણ કાજલ સુંદર ફોટોશૂટ કરાવતી હતી.કાજલ અગ્રવાલની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.કાજલ અગ્રવાલની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.