Western Times News

Gujarati News

ચૂંટણીમાં ભાજપ શહેર-જીલ્લાઓમાં નવા ચહેરાઓને સ્થાન આપે એવી શક્યતાઓ

(પ્રતિનિધિ )અમદાવાદ, ભાજપ હાઈકમાન્ડ કંઈક નવુૃ કરવામાં માને છે. અને એટલે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મોટી નવાજૂની કરે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી સમયસર યોજાશે તેમ ભાજપના મહાનુભાવો જણાવી રહ્યા છે.

ત્યારે આ વખતે ભાજપ માટે સૌથી મોટો પડકાર ટીકીટની ફાળવણીને લઈને થાય તેમ મનાય છે. કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો પણ આશા-અપેક્ષાઓ સાથે આવ્યા હશે તેથી તેમાંથી કેટલાંને ટીકીટ ફાળવવામાં આવશે તે જાેવાનું રહેશે. ભાજપ હાઈકમાન્ડે થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળ બદલી નાંખ્ય હતુ તેથી ભાજપ હાઈકમાન્ડ ગમે તે કરી શકે છે.

બીજી તરફી ભાજપમાં આગેવાનો-કાર્યકરો શિસ્તબધ્ધ હોવાથી તેનો કોઈ પડઘો પડતો નથી તે હકીકત છે.ત્યારે આ વખતની વિધાન સભાની ચૂંટણીમાં કંઈક નવાજૂની સર્જાશે એવી અટકળો ભાજપના જ કાર્યકરોમાં અંદરખાને ચાલી રહી છે. આમ જાેવા જઈએ તો શહેર-જીલ્લાની અંદર ભાજપ હાઈકમાન્ડ લગભગ ૭૦ થી ૮૦ ટકા ધારાસભ્યોને સ્થાને નવા ચહેરાને સ્થાન આપી શકે છે.

કહેવાની જરૂર નથી કે ચૂંટણી પહેલાં રાજકીય ગલિયારીઓમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચાલતા હોય છે. ભાજપ પક્ષ તેની ભગીની સંસ્થાઓ તથા અન્ય સોર્સ મારફતેે આંતરીક સર્વે કરાવતી હોય છે અને એના અહેવાલના આધારે જ આ બધી અટકળો શરૂ થતી હોય છે.

ભાજપ હાઈકમાન્ડ ગેુજરાતમાં ચાલતી તમામ રાજકીય ગતિવિધિઓ પર નજર રાખતી હોય છે. અને તેથી જ પોતાની રીતે પણ તેઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન સતત કરતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.