LRD ભરતી ૨૦૧૮નું વેઇટિંગ લિસ્ટ ટુંક સમયમાં જાહેર થશે
રાજકોટ, ૨૦૧૮ LRD વેઇટિંગનું લિસ્ટનું લિસ્ટ જાહેર કરવા મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર યુવાનોને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખી છે. આ બાબતે પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. જે બાદ હવે થોડા જ સમયમાં LRD ૨૦૧૮નું વેઇટિંગ લિસ્ટ જાહેર કરી તાત્કાલિકના ધોરણે જે જગ્યાઓ ખાલી છે તે ભરી દેવામાં આવશે.
મહત્વનું છે કે,૨૨ એપ્રિલના રોજ વર્ષ ૨૦૧૮ એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે એલઆરડીના પરીક્ષાર્થીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી.અને વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ અપનાવી ૨૦ ટકા વેઈટીંગ લિસ્ટને રી ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનિય છે કે, ૧-૦૮-૨૦૧૮ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.
વર્ષ ૨૦૧૮ LRDની ભરતીમાં વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની માંગ કરી હતી ત્યારે રુપાણી સરકારે ૨૦ ટકા વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની જાહેરાત કરી હતી. પરતુ તે અંગે કોઈ ર્નિણય લેવાયો ન હતો. આમ રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પણ આશ્વાસન અપાયું હતું. જેનો સુખદ નીવેડો આવ્યો હતો.
અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ૨૦૧૮ એલઆરડી ભરતીનું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામા આવશે પણ હજુ સુધી લિસ્ટ બહાર ન પડાતાં મીડિયાના સવાલ જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ ન્ઇડ્ઢ વેઇટિંગનું લિસ્ટ જાહેર થશે ૧-૦૮-૨૦૧૮ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.વર્ષ ૨૦૧૮માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે હાલ જે નવી ભરતી ચાલી રહી છે તેમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટ બહાર પાડવામાં નહીં આવે.
PSIની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ LRDની ભરતી થશે. PSIની ભરતી જાહેર થયા બાદ ન્ઇડ્ઢનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ન્ઇડ્ઢમાં બેઠકો ખાલી ન રહે તે માટે તકેદારી રખાશે. અનેક ઉમેદવારોએ PSI-LRD બંનેની પરીક્ષા આપી છે. જેથી નિયમ મુજબ હસમુખ પટેલે ટ્વીટ કરી કહ્યું હતું કે જે ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોય તેમાં વેઇટિંગ લિસ્ટ નહીં રાખવાનો સરકારનો નિયમ છે.
લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોઇ તેમાં વેટીંગ લીસ્ટની જાેગવાઈ નથી. ૨૦૧૬-૧૭ ની ભરતી સુધી આ નિયમ ન હતો. LRD ભરતીને લઇને બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે ટિ્વટ કરીને જણાવ્યું કે, ‘એક મહિનાની રજા પરથી હું છઠ્ઠી જૂને હાજર થયેલ છું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ તૈયાર કરવા માટે જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. જૂનના અંત સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે.SS3KP