Western Times News

Gujarati News

સલમાનની ફિલ્મના ગીતમાં દેખાઈ શકે છે રામ ચરણ

મુંબઈ, બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન હાલ હૈદરાબાદમાં ફિલ્મ કભી ઈદ કભી દિવાળીનું શૂટિંગ કરી રહ્યો છે. સલમાન સાથે એક્ટ્રેસ પૂજા હેગડે અને વેંકટેશ પણ શૂટિંગ કરી રહ્યા છે. આ બંને સ્ટાર સિવાય ફિલ્મમાં જસ્સી ગિલ, શહેનાઝ ગિલ, પલક તિવારી, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ મહત્વના રોલમાં છે.

ફરહાદ શામજીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ અંગે રોજેરોજ નવી નવી વિગતો સામે આવી રહી છે. હવે લેટેસ્ટ રિપોર્ટનું માનીએ તો, સાઉથ સ્ટાર રામ ચરણ પણ આ ફિલ્મમાં જાેવા મળશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રામ ચરણ, સલમાન ખાનની ફિલ્મમાં સ્પેશિયલ કેમિયો કરશે. રિપોર્ટ મુજબ, સલમાન ખાન હાલ હૈદરાબાદમાં ફિલ્મના લાર્જર-ધેન-લાઈફ ગીતનું શૂટિંગ કરી રહ્યું છે.

એ વખતે રામ ચરણ તેને મળવા માટે સેટ પર પહોંચ્યો હતો. પિંકવિલાના અહેવાલ પ્રમાણે, સલમાન અને તેની ટીમને વિચાર આવ્યો કે રામ ચરણને પણ આ ગીતમાં સ્પેશિયલ કેમિયો કરવા માટે લેવામાં આવે. રામ ચરણ તરત જ ગીતના એક ભાગમાં દેખાવા માટે તૈયાર થઈ ગયો.

કહેવાઈ રહ્યું છે કે, આ ગીતને જાેરદાર અને શાનદાર ઢબે ફિલ્માવાઈ રહ્યું છે. રામ અને સલમાનની કેમેસ્ટ્રી ગીતનું મહત્વનું પરિબળ બની રહેશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, વેંકટેશ પણ આ ગીતનો ભાગ હશે. આ તરફ ફિલ્મનું હૈદરાબાદનું શૂટિંગ શિડ્યુલ પૂરું થવામાં છે.

લગભગ એક અઠવાડિયામાં ફિલ્મની ટીમ હૈદરાબાદમાં શૂટિંગ આટોપી લેશે. બાકીના ભાગનું શૂટિંગ મુંબઈની આસપાસ કરવામાં આવશે. દરમિયાન, ફિલ્મના મેકર્સ જલ્દી જ તેના નવા ટાઈટલની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, હવે ‘કભી ઈદ કભી દિવાળી’નું નામ બદલીને ‘ભાઈજાન’ કરવામાં આવ્યું છે. જાેકે, ફિલ્મનું ઓરિજિનલ ટાઈટલ ‘ભાઈજાન’ જ હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.