Western Times News

Gujarati News

શિવસેનાના એકનાથ શિંદે સાથે ધારાસભ્યો ગૌહાટીની હોટલમાં પહોંચ્યા

the Centre has provided 'Y+' category security cover to 15 rebel Shiv Sena MLAs

ત્યારે કૈલાશ પાટીલ ચેકપોઈન્ટ પર સાથીઓની નજર ચુકવીને નાસી છૂટ્યા

શિંદે જૂથની ચુંગાલથી છૂટીને ધારાસભ્ય મહામુસીબતે મુંબઈ પરત ફર્યા

નવી દિલ્હી, શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલતા મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ મચી છે. અંદાજે ૪૦થી વધુ ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ થતા શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. The MLAs were taken to Gujarat in a car saying that high command had called them for dinner.

શિવસેનાના નેતા એકનાથ શિંદે અન્ય ધારાસભ્યો સાથે ગઈકાલે રાત્રે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં પહોંચી ગયા છે, જયારે અન્ય 4 ધારાસભ્યો હોટલ પહોંચશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

૩૩ ધારાસભ્યો અને ૭ અપક્ષોનું સમર્થન હોવાના એકનાથ શિંદેના દાવા સામે એક મીડિયા રિપોર્ટ્‌સમાં શિંદેએ કઈ રીતે ખોટું બોલીને ધારાસભ્યોને સુરત પહોંચાડ્યાનો ખુલાસો કર્યો છે. Shiv Sena leader Eknath Shinde along with other MLAs at Radisson Blu Hotel in Guwahati last night, after 4 more MLAs reached the hotel.

શિવસેનાના ઉસ્માનાબાદના ધારાસભ્ય કૈલાશ પાટીલ એકનાથ શિંદેના ગૃપમાંથી એકાએક ફરાર થઈ ગયા છે. મુંબઈ પરત પહોંચેલ એમએલએએ ગઈકાલે રાત્રે તેમની સાથે ખરેખર શું થયું તેનો ખુલાસો કરતા સૌ કોઇ ચોંકી ઉઠ્‌યાં હતા.

પાટીલે કહ્યું કે ધારાસભ્યોને કહેવામાં આવ્યું કે, વિધાન પરિષદ(એમએલસી)ના પરિણામો આવ્યા પછી સાહેબે આવતીકાલે (સોમવારે) થાણેમાં ભોજન માટે બોલાવ્યા છે. જાેકે એ સાહેબ કોણ હતા એ સ્પષ્ટ નહોતું. આ પછી તમામ ધારાસભ્યોને કારમાં ગુજરાતની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.

કાર ચેકપોઇન્ટની નજીક આવી ત્યારે તેઓ કૂદીને મહામુસીબતે બહાર આવ્યા હતા. જાન બચાવવા તેમણે ટુ-વ્હીલર સવાર પાસેથી લિફ્ટ લીધી અને પાછા મહારાષ્ટ્રના રસ્તે ગયા. ટૂ વ્હિલર સવારે ઉતાર્યા બાદ મેં ૪ કિલોમીટરથી વધારાનું અંત કાપી વહેલી સવારે દહિસર પહોંચવા માટે ટ્રક પર સવારી કરી અને મુંબઈ પરત ફરતા સીધો જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને પહોંચ્યો તેમ પાટીલે એક મીડિયા અહેવાલમાં આપવીતી રજૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.