Western Times News

Gujarati News

ફિલ્મ Shamsheraનું ધમાકેદાર ટીઝર સામે આવ્યું

The smash hit teaser of the movie Shamshera came out

મુંબઈ, રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનો ફર્સ્‌ટ લુક રીલિઝ કર્યા પછી હવે મેકર્સે ટીઝર પણ રીલિઝ કર્યું છે. ટીઝરમાં શમશેરાના રોલમાં રણબીર કપૂરનો લુક અને ડાયલોગ્સ રુવાંડા ઉભા કરી દેશે. આ ટીઝરમાં સંજય દત્તની પણ ઝલક જાેવા મળી છે. રણબીર કપૂર અને સંજય દત્ત બન્નેનો અંદાજ અત્યંત ઘાતક છે.

રણબીરના અવાજમાં એક જબરદસ્ત ડાયલોગ પણ સાંભળવા મળે છે- સાંસોં મેં તૂફાનોં કા ડેરા, નિગાહેં જૈસે ચીલ કા પહરા. કોઈ રોક ના પાયેગા ઈસે, જબ ઉઠે યે બનકે સવેરા. ઉલ્લેખનીય છે કે શમશેરા ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલમાં જાેવા મળશે.The smash hit teaser of the movie Shamshera came out

આ પહેલીવાર છે જ્યારે રણબીર કોઈ ફિલ્મમાં ડબલ રોલમાં જાેવા મળશે. તેના એક પાત્રનું નામ શમશેરા છે તો બીજા પાત્રનું નામ બલ્લી છે. આ ફિલ્મ માટે રણબીર કપૂરે ઘણી મહેનત કરી છે.

તેની મહિનાઓની મહેનત હવે રંગ લાવી રહી છે. શમશેરા માટે રણબીર કપૂરે ઘોડેસવારીથી લઈને તલવારબાજી સુધી અનેક નવી કળા શીખી હતી. ફિલ્મમાં રણબીર કપૂર અને સંજય દત્તના પાત્રો વચ્ચે ઘણી ઈન્ટેન્સ ફાઈટ જાેવા મળશે. રિપોર્ટ્‌સ અનુસાર, શમશેરાના એક ફાઈટ સીનમાં ૮૦ ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રણબીરે અત્યંત સરળતાથી આ એક્શન સીન શૂટ કર્યા હતા. આ ફિલ્મને કરણ મલ્હોત્રાએ ડાઈરેક્ટ કરી છે.

ફિલ્મમાં રણબીરની સાથે વાણી કપૂર, સંજય દત્ત, આશુતોષ રાણા, રોનિત રોય અને સૌરભ શુક્લા જેવા સ્ટાર્સ પણ જાેવા મળશે. આ ફિલ્મ ૧૫૦ કરોડના બજેટમાં બની છે. ફિલ્મ ૨૨ જુલાઈના રોજ રીલિઝ થશે, જ્યારે ટ્રેલર ૨૪ જૂનના રોજ રીલિઝ થશે. હિન્દીની સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ તેને રીલિઝ કરવામાં આવશે. નોંધનીય છે કે ફેન્સને આ ટીઝર ખૂબ પસંદ આવી રહ્યું છે. તે ફિલ્મની સરખામણી RRR, KGF જેવી ફિલ્મો સાથે કરી રહ્યા છે.

ફેન્સને વિઝ્‌યુઅલ્સ અને સિનેમેટોગ્રાફી પસંદ આવી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે ફિલ્મ બ્લોકબસ્ટર થશે. એક યુઝરે લખ્યું કે, રણબીર કપૂર સાથે બોલિવૂડના નવા એરાની શરુઆત થઈ છે. આ ફિલ્મ તમામ રેકોર્ડ તોડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.