બાળકને ગુમાવ્યા બાદ બી પ્રાકની પત્ની મીરાંનું છલકી ઉઠ્યું દર્દ
મુંબઈ, પંજાબ અને બોલિવૂડના જાણીતા સિંગર બી પ્રાક અને તેની પત્ની મીરાં બચ્ચનના બીજા બાળકનું જન્મના સમયે દુઃખદ અવસાન થયું છે. સિંગર બી પ્રાકે સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ લખીને આ દુઃખદ સમાચાર પોતાના ફેન્સને આપ્યા હતા. ત્યારે હવે મીરાં બચ્ચને પોતાની લાગણી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર ઈમોશનલ નૉટ લખી છે.Meera, wife of B. Prak, was in great pain after losing her child
મીરાં બચ્ચને લખ્યું કે સ્વર્ગમાં એક સ્પેશિયલ એન્જલ છે જે મારો એક હિસ્સો છે. આ તે જગ્યા નથી જ્યાં તે ત્યાં હોય એવું હું ઈચ્છું પણ, ભગવાન ઈચ્છતા હતા કે તે ત્યાં હોય. તે એક જ પળ માટે અહીં એક શૂટિંગ સ્ટાર માફક આવ્યો અને હવે સ્વર્ગમાં છે. તેણે ઘણાં દિલને સ્પર્શ કર્યો જે માત્ર એન્જલ જ કરી શકે.
જાે મને ખબર હોત તો તેને ઘણો પ્રેમ કર્યો હોત. ભલે તું મારી સાથે નથી પણ હું તેને પ્રેમ કરવાનું ક્યારેય નહીં ભૂલું. હું દરેક સમયે માત્ર તારા વિશે વિચારું છું અને માત્ર એવું ઈચ્છું છું કે હું સમયને મારા ભાગે કરી શકું અને તમને જણાવી શકું કે અમે તને કેટલો પ્રેમ કરીએ છીએ. તેણે વધુમાં લખ્યું કે, આટલા મહિના તારું નાનકડું દિલ આટલું જાેરથી ધબકતું રહ્યું અને હવે તે શાંત છે.
તારા નાનકડા હાથ અને પગ જાેર જાેરથી ચાલી રહ્યા હતા, આટલા મહિના સુધી પણ હવે શાંત છે. અમે તને આગળ વધતા, તારી સાથે હોય તેવા ઘણાં સપના જાેયા હતા. પણ, નિયતી એવી હતી કે હું માત્ર તારી સ્માઈલના સપના જાેઉં છું.
મમ્મી તને છેલ્લે સુધી પ્રેમ કરશે અને સત્ય એ છે કે તારું હોવું, હંમેશાં મારા માટે છે. આઈ લવ યુ માય એન્જલ. બી પ્રાકે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, ખુબ જ દુઃખની લાગણી સાથે અમને જણાવવું પડે છે કે, જન્મના સમયે અમારી ન્યૂ બોર્ન બેબીનું નિધન થયું છે.
એક માતા-પિતા તરીકે અમે ખુબ જ દુઃખદ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે તમામ ડૉક્ટર્સ અને સ્ટાફનો તેમના પ્રયાસ તેમજ સપોર્ટ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. અમે બધાને વિનંતી કરીએ છીએ કે, અમને મહેરબાની કરીને થોડી પ્રાઈવેસી આપો.SS1MS