ટ્રેન નીચે આવી ગયા બાદ પણ બાળકનો થયો ચમત્કારિક બચાવ
રાજકોટ, શહેરમાં એક અજીબો ગરીબ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના રેલ્વે સ્ટેશન પર એક બાળક પડી જતા તે પાટા નીચે આવી ગયો હતો. બાળક પરથી એક નહીં બે નહીં પરંતુ ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હતા પરંતુ બાળકને ઉની આંચ પણ આવી નહોતી. આ ઘટનામાં બાળકને બચાવવા માટે આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા દોડી ગઈ હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે.
જાંબાજ મહિલા કોન્સ્ટેબલને બાળકની માતા ભેટી પડી હતી. તે દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. આપણે ત્યાં એક કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે. રાજકોટ શહેરના જંકશન રેલવે સ્ટેશન ખાતે આ કહેવત સાચી પડી છે.
ગત ચોથી જુલાઈના રોજ બપોરના ભાગમાં માતા પુત્ર રાજકોટથી દાહોદ ટ્રેન મારફતે જતા હતા. આ સમયે માતા પુત્ર જ્યારે ટ્રેનમાં ચડી રહ્યા હતા ત્યારે બાળકનો પગ લપસી જતા બાળક ટ્રેનના પાટા નીચે આવી ગયો હતો. પોતાનો પુત્ર ટ્રેનની નીચે પાટા પાસે જતો રહેતા બાળકની માતા હતપ્રભ બની ગઈ હતી.
આજુબાજુના લોકોને બચાવો બચાવોની બૂમ પણ પાડી હતી. આ સમયે રાજકોટ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માનું ધ્યાન બાળક તરફ દોરાયું હતું. આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા બાળક સુધી હિંમતભેર દોડી ગઈ હતી.
ત્યારબાદ બાળકને કહ્યું હતું કે, તું જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રહે. બીજી તરફ બાળકે પણ હિંમત દર્શાવી અને તે જ સ્થિતિમાં રહ્યો અને આખરે તે બચી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર બાળક પરથી એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.
આમ, પોતાના પુત્રને મોતના મુખમાંથી બહાર કાઢી લાવનાર જાંબાજ મહિલા સોનું વર્માને બાળકની માતા પેટીને રડી પડી હોવાના દ્રશ્યો પણ રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે સામે આવ્યા હતા. ગત ચોથી જુલાઈના રોજ રાજકોટ શહેરના રેલ્વે સ્ટેશન પર જે કંઈ પણ ઘટના બની હતી તે સીસીટીવી માં કેદ થઈ છે.
ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આરપીએફના મહિલા કોન્સ્ટેબલ સોનું વર્માની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. ન હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ અને સેલ્વિન-પ્રિયંકાના લવ-મેરેજના થોડા મહિના બાદ અમને તેમના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, પ્રિયંકા સાથે મારઝૂડ થાય છે અને માંસાહાર કરવા દબાણ કરવામાં આવે છે તેમજ મજૂરની જેમ કામ કરાવવામાં આવે છે.
જે દીકરીને અમે આખી જિંદગી હાથ પણ અડાવ્યો ન હતો તેની આવી હાલત અમારાથી ન જાેઇ શકાઇ અને અમે સી ટીમનો સંપર્ક કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, જે બાદ છાણી પોલીસ સ્ટેશનથી શી ટીમ આવી હતી.
આ ટીમમાં નોયલ સોલંકી નામનો પોલીસકર્મી પણ હતો. નોયલે અમારી સાથે વાતચીત કર્યા બાદ દૂર જઇને સામેના યુવક સાથે ફોન પર વાત કરી હતી. એ પછી નોયલે અમારી સાથે ચર્ચા દરમિયાન મને પૂછ્યું કે, તમારી દીકરીને તમારે ઘરે પાછી લાવીને તમે શું કરવા માગો છો? સી ટીમમાં મહિલાઓ પણ હતી પરંતુ બધી વાતચીત આ વ્યક્તિ જ કર્યો હતો. નોયલે તે રાત્રે અમારી સાથે વાત કરી અને ચર્ચા દરમિયાન તેણે હાથના ઇશારાથી પાંચ હજાર પણ માગ્યા.
હું આ ઈશારો સમજી જતાં પોલીસ જીપની પાસે જઇ તેને આપ્યા અને તેણે રૂપિયા ગાડીમાં મૂકવા ઇશારો કર્યો. મેં રૂપિયા ગાડીની સીટ પર મૂક્યા હતા. ગાડીમાં આ રૂપિયા મૂક્યા એના સીસીટીવી પણ અમારી પાસે છે. જે જેતે વખતે અમે પોલીસ કમિશ્નરને પણ આપ્યા હતા. નોયલની કામગીરી પર શંકા ઊપજી જેથી અમે શી ટીમના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે મારી દીકરીનું કાઉન્સેલિંગ કરાવ્યું. આખરે દીકરી અમારા ઘરે પરત આવી હતી અને સેલ્વિને ગુજારેલા અત્યાચારની વાત કરી.
એ અંગે તેની વિરુદ્ધ સપ્ટેમ્બર ૨૦૨૧માં છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દીકરીના પિતા એટલા આહત થયા હતા કે તેમણે આ અંગે વડાપ્રધાન કાર્યાલયમાં અરજી આપી હતી. વડાપ્રધાન કાર્યાલયથી પણ અમને યોગ્ય ન્યાય મળે એ દિશામાં કાર્યવાહી થશે એવો પ્રત્યુત્તર મળ્યો હતો. આ સાથે જ તેની શંકાસ્પદ કામગીરી અંગે તપાસ કરવા તેમજ રૂપિયા લીધાના સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતા.
આ અંગે વડોદરાના DCP ઝોન-૨ અભય સોનીની તપાસમાં જણાયું હતું કે, નોયલની કામગીરી શંકાસ્પદ હતી તેમજ તેની સાથે છાણીનો કોન્સ્ટેબલ સંજયકુમાર પણ ગયો હતો. જેની નોકરી શી ટીમમાં ન હોવા છતાં બિલ્ડરના ઘરે પોલીસની ગાડીમાં ગયો હતો, જેથી નોયલ અને સંજયકુમારને ગત ૨૨ જૂન ૨૦૨૨ના રોજ સસ્પેન્ડ કરી દેવાયા છે.
પિતાએ જણાવ્યું કે, આ કેસમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તપાસના આદેશ આપ્યા હતા. છાણી પોલીસે આ અંગે સેલ્વિન પાઉલ પરમાર, તેના પિતા પાઉલ પરમાર અને બહેન શ્વેતા પરમાર (તમામના રહે. માંગલ્ય સોસાયટી, છાણી કેનાલ પાસે, છાણી) સામે ગુનો નોંધી સેલ્વિનની અટકાયત કરી છે.SS1MS