Western Times News

Gujarati News

ગુજરાતની કોઈ પણ દિશામાં જાઓ, 10 કિલોમીટરની ત્રિજ્યામાં વિકાસકાર્ય થતું દેખાશે

GS conclave 2022 ahmedabad

દાંડીયાત્રામાંથી પ્રેરણા લઈને શરૂ થયું ગુજરાત સમાચાર, દાંડીયાત્રાના પ્રણેતા ગાંધીજી હતા, ગુજરાતની વિકાસયાત્રાના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ છે.

‘ગુજરાત સમાચાર’ દ્વારા આયોજિત ‘GS CONCLAVE’માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિ

નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, સાંસદ શ્રી પરિમલ નથવાણી તથા અધિક મુખ્ય સચિવ શ્રી કે.કૈલાસનાથન, અમૂલના એમડી ડૉ.આર.એસ. સોઢી તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ હાજર રહ્યા.

‘વડનગરથી વર્લ્ડ લીડર’ શીર્ષક સાથે દર્શાવાઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વૈશ્વિક નેતા બનવાની ગાથા

અંત્યોદય અને ગ્રામીણ વિકાસથી રાષ્ટ્રના વિકાસનો વિચાર રાષ્ટ્રપિતા ગાંધીજીએ આપ્યો, શ્રી નરેન્દ્રભાઈએ પણ આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ ગાંધી આશ્રમથી કરાવ્યો

અમદાવાદમાં GS CONCAVEને સંબોધતાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું આજે ગુજરાતના વિકાસની વાત કરવા, રાજ્યના વર્તમાન અને ભાવિ અંગે ચર્ચા કરવા ગુજરાત સરકાર અને ગુજરાત સમાચાર એક મંચ પર સાથે આવ્યા છે. દાંડી યાત્રામાંથી પ્રેરણા લઈને શરૂ થયેલું અખબાર આજે જીએસ કોક્લેવ લઈને આવ્યું છે. દાંડીયાત્રાના પ્રણેતા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી હતા, જ્યારે ગુજરાતની 20 વર્ષની આ વિકાસયાત્રાના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે ગુજરાતની સ્થાપના વખતે સૌ કોઈના પ્રશ્ન થતો કે ગુજરાતનું શું થશે એક તરફ અફાટ રણ અને વાપીથી તાપી સુધી સીમિત ઔદ્યોગિક વિકાસ, પરંતુ નરેન્દ્રભાઈએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી રાજ્યનો સર્વાંગી વિકાસ થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે કેટલા આગળ વધ્યા છીએ તે જાણવા માટે ક્યારેક પાછળ વળીને જોવું પડે છે. શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના વિકાસની ગતિ અને દિશા જાળવી રાખ્યા છે. તેમણે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ડબલ એન્જિનની ગતિથી ગુજરાત વિકાસનાં માર્ગે આગળ વધી રહ્યું છે.

આજે ગુજરાતના કોઈપણ ખૂણે તમે જાઓ 10 કિલોમીટરની ત્રિજ્યામાં વિકાસનું કામ અચૂક જોવા મળે. 24 કલાક વીજળી ઉપલબ્ધ થવાથી ગુજરાત જ્યોતિગ્રામ બન્યું છે. રાજ્યમાં વીજ ઉત્પાદન 8700 મેગા વોટથી વધી 40,000 મેગા વોટ થયું છે. આજે ગુજરાત સોલર એનર્જી રૂફટોપથી ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ અગ્રેસર બન્યું છે.

તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયાનો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો હતો. આજે ગુજરાતની 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબરથી કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ છે જે ગુજરાતની સિદ્ધિ છે.

મુખ્યમંત્રી શ્રીએ વધુ જણાવ્યું કે, 2003થી શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી અને વૈશ્વિક ઉદ્યોગો ગુજરાતમાં આવવા લાગ્યા. આપણા યુવાનો જોબ સીકર નહિ, પરંતુ જોબ ગિવર બને તે માટે તેમણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું, જેમાં છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાત મોખરે રહ્યું છે. ગુજરાત એક્સપોર્ટ મામલે પણ અગ્રણી રહ્યું છે.

પીએમ ગતિશક્તિમાં પણ ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યું છે. વિવિધ સ્કીલ પ્રોગ્રામ થકી 10 વર્ષમાં અઢી લાખ યુવાનો તૈયાર થયા છે. તો સ્વાસ્થ્ય ક્ષેત્રે આયુષ્માન યોજના અને મા યોજના થકી લોકોને આરોગ્યની સેવા નિશુલ્ક મળી રહી છે. બાળ મૃત્યુદરને 95% ઘટાડી ગુજરાતે સિદ્ધિ હાંસલ કરી છે.

રાજ્યમાં દરેક જિલ્લામાં બ્લડ બેન્ક ઉપલબ્ધ છે. આમ, ગુજરાત શિક્ષણ, સ્વાસ્થ્ય, અને આવાસ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. સરકારે શહેરી વિસ્તારમાં 6 લાખ 26 હજાર ઘરો અને ગ્રામીણ વિસ્તારમાં ત્રણ લાખ 21 હજાર ઘરો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવ્યા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અંત્યોદય અને ગ્રામીણ વિકાસ થકી રાષ્ટ્રના વિકાસનો વિચાર આપ્યો હતો જેને ચરિતાર્થ કરતા આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગાંધી આશ્રમથી કરાવ્યો હતો, એવું જણાવીને તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ગાંધી આશ્રમ આધુનિક ગુજરાતના આધુનિક યાત્રાધામ બનશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કોન્ક્લેવ દરમિયાન ‘વડનગરથી વર્લ્ડ લીડર’ નામની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વૈશ્વિક નેતા બનવાની ગાથા દર્શાવે છે.

GS CONCLAVEમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી, રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રી કે કૈલાસનાથન, અમૂલના એમડી શ્રી આર.એસ.સોઢી, શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ વિવધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.