Western Times News

Gujarati News

PIB ગુજરાતના ADG તરીકે પ્રકાશ મગદુમે કાર્યભાર સંભાળ્યો

Prakash Magdum takes charge as ADG PIB in Gujarat

પીઆઈબી ગુજરાતના એડીજી તરીકે પ્રકાશ મગદુમે કાર્યભાર સંભાળ્યો: ડો. ધીરજ કાકડિયાની રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝ પેપર ઓફ ઈન્ડિયા (આરએનઆઈ) દિલ્હી ખાતે નિમણૂંક કરવામાં આવી છે. 

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કમ્યુનિકેશન અને ગુજરાતમાં કેન્દ્ર સરકારના અન્ય મીડિયા એકમોના વડા તરીકે શ્રી પ્રકાશ મગદુમે ચાર્જ સંભાળ્યો

 પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કમ્યુનિકેશન અને ગુજરાતમાં કેન્દ્ર સરકારના અન્ય મીડિયા એકમોના વડા તરીકે શ્રી પ્રકાશ મગદુમે ચાર્જ સંભાળી લીધો છે.

ડો. ધીરજ કાકડિયાની રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝ પેપર ઓફ ઈન્ડિયા (આરએનઆઈ)ના વડામથક દિલ્હી ખાતે અપર મહાનિર્દેશક તરીકે નિમણૂંક થતા  એમની જગ્યાએ શ્રી પ્રકાશ મગદુમે આજથી ચાર્જ સંભાળી લીધો છે. ડો. ધીરજ કાકડિયા પી.આઈ.બી. અમદાવાદ, ડીએવીપી નવી દિલ્હી અને અમદાવાદ દૂરદર્શનનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે.   Dr. Dheeraj Kakdia who has been appointed as Additional Director General-ADG at Registrar of Newspapers of India (RNI) Headquarters, Delhi)

1999 બેચના આઈઆઈએસ અધિકારી શ્રી પ્રકાશ મગદુમ અગાઉ નેશનલ ફિલ્મ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા (NFAI), પૂનામાં નિર્દેશક તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. શ્રી પ્રકાશ મગદુમ કેન્દ્ર સરકારના મહત્વના મીડિયા એકમોનો ચાર્જ આસામ, કેરળ સહિત વિવિધ રાજ્યોમાં સંભાળી ચૂક્યા છે અને મીડિયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.