વ્યક્તિ નારિયેળના ઊંચા ઝાડ પર આંખોના પલકારે ચઢી ગયો

નવી દિલ્હી, ઝાડ પર ચડવું અને ફળો તોડવા એ વાસ્તવમાં જેટલું સરળ કામ લાગે છે તેટલુ જ વાસ્તવમાં મુશ્કેલ છે. ઝાડ પર ચઢવા માટે શરીર ફિટ હોવું જરૂરી છે, સાથે યોગ્ય ટેકનિક પણ જાણતા હોવી જાેઈએ જેથી ઝાડ પર ઝડપથી ચઢી શકાય.
કદાચ તમે ક્યારેય કોઈને ઝાડ પર ચડતા જાેયા હશે, બની શકે કે તમે પોતે પણ ઝાડ પર ચડ્યા હોવ, પરંતુ આ દિવસોમાં જે વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને જાેઈને તમને નવાઈ લાગશે કારણ કે આ પહેલા તમે કોઈને આટલા ઊંચા ઝાડ પર આ રીતે કોઈને પર ચડતા ભાગ્યેજ જાેયા હશે.
IPS ઓફિસર પ્રેમ પ્રકાશ મીનાએ હાલમાં જ ટિ્વટર પર એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ ઝાડ પર ચડતો જાેવા મળે છે. તમને લાગતું હશે કે ઝાડ પર ચડવું એ બહુ મોટી વાત નથી, આ કામ કોઈ પણ કરી શકે છે, પરંતુ વાસ્તવમાં વીડિયોમાં દેખાતો વ્યક્તિ એટલા ઊંચા ઝાડ પર ચડતો હોય છે જેટલો તમે પહેલાં ક્યારેય કોઈને ચડતા નહીં જાેયો હોય.
લુંગી પહેરેલ એક વ્યક્તિ ખૂબ ઊંચા નારિયેળના ઝાડ પર ચડતો જાેવા મળે છે. તેણે ન તો દોરડું બાંધ્યું છે કે ન તો બચાવ સંબંધિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યો છે. તે ફક્ત તેના હાથ અને પગનો ઉપયોગ કરીને ઝાડ પર ચઢી રહ્યો છે, જેમાં તે દોડી રહ્યો હોય તેવું લાગે છે.
આટલા ઊંચા ઝાડ પર ચડવું કોઈપણ માટે પહેલા તો મુશ્કેલ છે, પરંતુ જાે કોઈ વ્યક્તિ તેના પર ચઢવાનો પ્રયાસ કરે તો પણ તે તેટલી ઝડપે ચઢી શકશે નહીં જેટલી ઝડપથી વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ ચડતો હોય છે. ઉપર જઈને તે નાળિયેર તોડીને નીચે ફેંકી દે છે.
આ વીડિયો સાથે પ્રેમ પ્રકાશ મીનાએ લખ્યું જીવન આવું જ છે, બસ આગળ વધતા રહો, તમને ફળ ચોક્કસ મળશે. આ વીડિયોને ૮૬ હજારથી વધુ લોકોએ જાેયો છે જ્યારે હજારો લોકોએ તેને લાઈક પણ કર્યો છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાના ફીડબેક પણ આપ્યા છે.
એકે કહ્યું કળિયુગ છે સાહેબ. અહીં કામ કરતા રહો, તમને પરિણામ મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. એક વ્યક્તિએ મજાકમાં લખ્યું- જીવન ઊંચાઈ પર નથી સર! એક મહિલાએ વીડિયોમાં દેખાતા પુરુષના વખાણ કર્યા અને કહ્યું કે તે ખૂબ જ હિંમતવાન અને આત્મવિશ્વાસુ છે.SS1MS