ઝેડ. જે. પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આજરોજ જુના તવરા ગામ પંચાયત જુના તવરા ગામજાનો અને વિહીતા કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીત કરી કરવામાં આવી હતી.
આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં શાળામાં આવતા વિદ્યાર્થીઓને વૃક્ષ શા માટે વાવવું જાેઈએ વૃક્ષમાંથી કયા કયા ફાયદાઓ થતા હોય છે જે તમામ બાબતે માહિતગાર કરાયા હતા.શાળા સંકુલમાં અને શાળા એ આવતા તમામ વિદ્યાર્થીઓને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું.જે વૃક્ષનું તેઓ ઘરે વૃક્ષારોપણ કરીને તેનું જતન પણ કરવું આ તમામ બાબતથી પણ વિદ્યાર્થીઓને માહિતી આપી સાથે તેવો પાસે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આવનાર વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના વૃક્ષો આપવામાં આવ્યા હતા.૪૦૦ થી પણ વધુ વૃક્ષોનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં ઝાડેશ્વર સત્યમ કોલેજ બીએડની વિદ્યાર્થીનીઓએ શાળાના વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને વૃક્ષનું જતન આ બે વિષયનો તફાવત સમજાવ્યો હતો.
જ્યારે શાળાના આચાર્યએ વૃક્ષનું આપણા જીવન માં શું મહત્વ અને વૃક્ષમાંથી આપણને શું શું ફાયદા થાય તે બાબતે માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શાળાના શિક્ષકો અને જુના તવરા ગામના સરપંચ ગ્રામ પંચાયત સદસ્ય ગ્રામ પંચાયત તલાટી અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
આજે વૃક્ષારોપણ કરી વૃક્ષનું જતન પણ કરશે તેવી પણ પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. સાથે જ વિહીતા કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડના આવેલ કર્મચારીઓએ વૃક્ષમાં રણછોડ છે એમ કહી વિદ્યાર્થીઓને દરેક વૃક્ષનું કાળજીપૂર્વક જતન કરવું અને રોજ પાણી પીવડાવી વૃક્ષને મોટું કરવું તેમ જણાવ્યુ હતુ.