આમિરે રુસો બ્રધર્સ અને ધનુષને ઘરે બોલાવી જમાડી ગુજરાતી થાળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Amir-Khan-1-1024x768.jpg)
મુંબઈ, ડિરેક્ટર ‘રુસો બ્રધર્સ’ ઉર્ફે એન્થની અને જાે રુસો હાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘ધ ગ્રે મેન’ના પ્રમોશલ ટુર માટે ભારતમાં છે. ત્યારે બોલિવુડના ‘મિ.પરફેક્શનિસ્ટ’ આમિર ખાને તેમના માટે સ્પેશિયલ ડિનરનું આયોજન કર્યું હતું. જેમાં ધનુષ, જે ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવી રહ્યો છે તે પણ હાજર રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર રહેલા આમિર ખાનના ઘણા ફેન પેજ પર ગેટ-ટુગેધરની તસવીર સામે આવી છે, જેમાં એક્ટરની પૂર્વ પત્ની કિરણ રાવ પણ જાેવા મળી.
પોતાના ઘરે મહેમાન બનેલા ત્રણેય માંધાતાઓનું સ્વાગત આમિર ખાને દેસી અંદાજમાં કર્યું હતું. એક્ટર, જેને ગુજરાતી ફૂડ પ્રત્યે ખાસ પ્રેમ છે તેણે મહેમાનો માટે પણ ઘરે ગુજરાતી ડિનરની વ્યવસ્થા કરી હતી. રુસો બ્રધર્સ ટ્રેડિશનલ ગુજરાતી વાનગીઓ, ખાસ કરીને તેની ફેવરિટ ટેસ્ટ કરે તેમ આમિર ખાન ઈચ્છતો હતો.
આ માટે તેણે ગુજરાતના વિવિધ ભાગમાંથી શેફ બોલાવ્યા હતા, જેઓ વિવિધ પરંપરાગત વાનગીઓ બનાવવામાં નિષ્ણાત હતા. સુરતથી આવેલા શેફે પાપડ લુવા પાટુડી, તુવેર લિફાફા અને કંદ પુરી બનાવી હતી, તો ફાફડા અને જલેબી બનાવવા માટે સુરેન્દ્રનગરથી શેફ બોલાવવામાં આવ્યા હતા. ખંભાતની સુતરફેણી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ત્યારે આ માટે ત્યાંથી શેફ આવ્યા હતા.
બુધવારે રાતે, ટીમે ફિલ્મના પ્રીમિયરનું આયોજન કર્યું હતું. જેમાં રુસો બ્રધર્સે આમિર ખાનને આમંત્રણ આપ્યું હતું. પરંતુ હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશનનું ટાઈટ શિડ્યૂલ હોવાથી હાજરી આપી શક્યો નહોતો.
જાે કે, મુંબઈમાં યોજવામાં આવેલા પ્રીમિયરમાં વિકી કૌશલ, જેક્લીન ફનાર્ન્ડિઝ સહિતના સ્ટાર્સે હાજરી આપી હતી. ફિલ્મ ૨૨ જુલાઈ, ૨૦૨૨ના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ધનુષે એક દિવસ પહેલા તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રુસો બ્રધર્સ સાથેની એક તસવીર શેર કરી હતી.
જેમાં તે પરંપરાગત પોષાકમાં જાેવા મળ્યો હતો તો ડિરેક્ટરે પણ નમસ્તેની મુદ્રામાં હાથ જાેડ્યા હતા. આ સાથે તેણે લખ્યું હતું ‘ભારતમાં તમારું સ્વાગત છે. વનક્કમ’.
આમિર ખાનની વાત કરીએ તો, તે હાલ અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું પ્રમોશન કરી રહ્યો છે, જેમાં તેની ઓપોઝિટમાં કરીના કપૂર છે. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ હોલિવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે. આ ફિલ્મમાં મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ મહત્વના રોલમાં છે.SS1MS