Western Times News

Gujarati News

આંધ્રપ્રદેશનો આ યુવાન નિકળ્યો છે, સુસાઈડ મુક્ત કરવાના સંકલ્પ સાથે ૪૦૦ દિવસની યાત્રાએ

ભરૂચ, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકો ડિપ્રેશન ચિંતા તથા શિક્ષણની તથા લગ્નજીવનમાં નહીં જેવી બાબતે પણ આપઘાત કરી લેતા હોય છે અને લોકોને આપઘાત ન કરવા તથા આપઘાત કરવો તે કોઈપણ વાતનું સમાધાન નથી તેવા જનજાગૃતિના સંદેશા સાથે આંધ્રપ્રદેશનો યુવાન ૪૦૦ દિવસની યાત્રાએ નીકળ્યો છે.

જેમાં ૧૪૫ માં દિવસે ભરૂચમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવા સાથે તેણે પોતાની યાત્રા જંબુસર તરફના કાવી કંબોઈ તરફના રૂટ ઉપર આગળ ધપાવી હતી.

વિશ્વમાં રોજના હજારો લોકો કોઈપણ ચિંતામાં અથવા તો નહીં જેવી બાબતે તેમજ લગ્નજીવનમાં નહીં જેવી બાબતે શિક્ષણના ટેન્શનમાં રોજગારીની ચિંતામાં અને કોઈને કોઈ વાતે લોકો જીવનનો અંત લાવતા હોય છે.પરંતુ જીવનો અંત તે વાતનું સમાધાન નથી

તેવા ઉદ્દેશ સાથે આંધ્રપ્રદેશનો યુવાન વૈકંટ કાર્તિક આંધ્રપ્રદેશ માંથી ફેબ્રુઆરી ૨૦૨૨થી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને વિવિધ રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ,મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પ્રવેશતા સુરત,કોસંબા,કીમ અને અંકલેશ્વર થઈ ૧૪૫ માં દિવસે ભરૂચમાં આવી પહોંચતા ભરૂચમાં સેવાશ્રમ રોડ ઉપર આવેલી આકાશગંગા સોસાયટીમાં યાત્રિક તેના મિત્ર પવનના ઘરે એક રાત્રીનું રોકાણ કર્યું હતું.

ગુજરાતના વિવિધ જીલ્લાઓ અને વિવિધ ગામોમાં પહોંચી યાત્રિક વૈકંટ કાર્તિકે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કેટલાય લોકો નાની નાની વાતમાં અથવા તો શિક્ષણની ચિંતા અને રોજગારીની ચિંતામાં જીવનનો અંત લાવવા માટે આપઘાત કરી લેતા હોય છે.

પરંતુ આપઘાતએ જીવનનો અંત લાવવાનો ઉદ્દેશ નથી ભગવાને જીવન જીવવા માટે જિંદગી આપી છે તો તેના માટે કંઈક કરવું જાેઈએ છેલ્લા ૧૪૫ દિવસમાં તમામ જીલ્લા અને વિવિધ રાજ્યોમાં તથા હજારો ગામડાઓમાં લોકોને જાગૃત કરી રહ્યો છું કે આપઘાત કરવો નહીં પણ અને આપઘાત કરવાનો ખ્યાલ પણ મગજમાં આવવો જાેઈએ નહીં

કારણ કે માતા – પિતાએ જન્મ આપ્યો ત્યારે તેમણે કેટલું દુઃખ સહન કર્યું હશે તેનો ખ્યાલ કરવો જાેઈએ અને માતા પિતા પણ પોતાના સંતાનોની આપઘાતની ચિંતામાં સરી પડે છે.૪૦૦ દિવસની યાત્રામાં વિવિધ રાજ્યો માંથી પ્રવાસ ખેડી પરત આંધ્રપ્રદેશ પહોંચી મારી યાત્રાનું સમાપન કરીશ અને હું જે યાત્રાએ નીકળું છું.

ત્યાંથી લાઈવ લોકેશન પણ હું ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં પહોંચાડું છું અને સમગ્ર વિશ્વના લોકોને હું જાગૃત કરું છું કે આપઘાત કરવો તે જીવનનો અંત નથી મારા પ્રવાસથી અને મારી જનજાગૃતિથી હજારો નિર્દોષ લોકોના જીવ બચતા હોય તો એનાથી મોટું પુણ્ય માળામાંથી કશું નથી આ યાત્રામાં મારા માતા-પિતાનો સૌથી વધુ સહકાર રહ્યો છે.

હું રાજ્ય અને જિલ્લાઓમાં જનજાગૃતિ ના સંદેશા આપું છું તેમાં હું કોઈની પાસેથી એક રૂપિયો લીધા વિના મારા માતા-પિતાના સહકારથી હું બાઈક લઈને લોકોને આપઘાત ન કરવા માટે જનજાગૃત કરી રહ્યો છું અને આ વર્લ્ડ રેકોર્ડમાં હું ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીશ કારણ કે હું જે જિલ્લામાં જે જગ્યાએ જે સ્થળે લોકોને જાગૃત કરું છું.ત્યાંથી લાઈવ લોકેશન પણ હું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડિંગ ઓફિસ સુધી પહોંચાડું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.