Western Times News

Gujarati News

ઓઈલ એસોસિયેશને પ્રધાનમંત્રીને લખ્યો પત્ર,ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવા માંગ

પ્રતિકાત્મક

 

સિંગતેલના ભાવ વધુ એકવાર વધ્યા

ખાદ્યતેલ ઉદ્યોગોને ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવા માંગ

રાજકોટ, ઓગસ્ટ મહિનો આવતા જ ખાદ્યતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે.સીંગતેલમાં રૂપિયા ૬૦ નો વધારો ઝીંકાયો છે. આ સાથે સિંગતેલનો ડબ્બો ૩૦૦૦ રૂપિયાને પાર પહોંચ્યો છે.ખાદ્યતેલના વધતા ભાવને લઈને હવે ગુજરાત એડીબલ ઓઇલ એન્ડ સિડ્‌સ એસોસિએશન મેદાને આવ્યું છે.

ગુજરાત એડિબલ ઓઇલ એન્ડ સિડ્‌સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રી ર્નિમલા સિતારમનને તેલના વધતા ભાવ અંગે પત્ર લખ્યો છે.કેન્દ્ર સરકાર ખાદ્યતેલના ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. ખાદ્યતેલ ઉદ્યોગોને ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવાની માંગ કરી છે.

આડકતરી રીતે GST વધારી દેતા ખાદ્યતેલના ભાવ વધ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.GST કાઉન્સિલના ર્નિણયને ફેર વિચારણા કરવાની ઓઇલ મિલરોમાં માંગ ઉઠી છે.રિટેલ માર્કેટમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલીવાર સિંગતેલનો ભાવ છેલ્લા એક સપ્તાહમાં ડબાદીઠ રૂ.૧૦૦-૧૨૫ વધી સૌ પ્રથમ વખત રૂ.૩૦૦૦ની સપાટીએ પહોંચી ગયો છે.

તેલના ભાવ વધવાનું એક કારણ સંગ્રહખોરી પણ કહેવાઈ રહી છે. સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. મગફળીનો નવો પાક માર્કેટમાં આવે તેના બાદ જ ભાવ ઘટવાની શક્યતા છે. નવો પાક આવવા હજી વાર છે તેથી ત્યાં ભાવ ઉંચા રહેશે. ગુજરાતની ૯૦ ટકા ઓઇલ મિલો બંધ થઇ ચૂકી છે જેની પણ બજાર પર અસર જાેવા મળી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.