Western Times News

Gujarati News

નોરા ક્રોપ ટોપ, ફિટ જીન્સ, કાળા ચશ્મામાં સ્વેગથી નીકળી

મુંબઈ, આ વખતે પણ નોરા ફતેગીનો તે સ્વેગ જાેવા મળ્યો. ક્રોપ ટોપ અને ફિટેડ જીન્સ પહેરી આ હસીના કમાલ લાગી રહી છે અને તેણે પોતાના ગોરા-ગોરા મુખડા પર કાળા-કાળા ચશ્મા પણ પહેર્યા હતા. નોરા ફતેહી ઘરેથી જ્યારે નિકળે ત્યારે જરૂર તેની સ્ટાઇલની ચર્ચા શરૂ થાય છે.

આજે પણ નોરા ફતેહી અલગ અંદાજમાં જાેવા મળી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. ડાન્સ દીવાને જૂનિયર બાદ હવે નોરા ફતેહી માધુરી દીક્ષિતની સાથે ઝલક દિખલા જામાં જાેવા મળી રહી છે અને તે શો હોસ્ટ કરતી જાેવા મળશે. જલદી આ શોની શરૂઆત થવાની છે.

નોરા તે સેલેબ્રિટી છે જે પોતાની સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પછી ભલે તે બોડીકોન ડ્રેસ હોય, ગાઉન, સાડી કે પછી કેઝુઅલ લુક. ફેશનના મામલામાં નોરા હંમેશા આગળ રહે છે. બ્લૂ કલરના આ ગાઉનમાં નોરા કોઈ જલપરીની જેમ લાગી રહી છે અને સોશિયલ મીડિયા પર લોકો તેની પ્રશંસા કરી રહ્યાં છે. નોરાને ગાઉન પહેરવું ખુબ પસંદ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.