Western Times News

Gujarati News

જેલમાં મળતી સુવિધાઓ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરવા આદેશ

જામનગરના ગુજસીટોકના આરોપીઓ ઉપર સરકારનો સકંજાે વધુ કસાયો -જેલમાં મળતી સુવિધાઓ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરવા અને તમામ આરોપીઓ સામેનો કેસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચલાવવા આદેશ

જામનગર, જામનગરના અતિ ચકચારી ગુજસીટોક પ્રકરણમાં જામનગર પોલીસે ગુનો નોંધી ૧ર આરોપીઓને ઝડપી લઈ રાજયની અલગ અલગ જેલમાં ધકેલી દીધા હતા. દરમિયાન આ અંગેનો કેસ રાજકોટની સ્પેશિયલ અદાલતમાં ચાલુ હોય, એ અરસામાં આરોપીઓ દ્વારા તપાસનીય કામગીરીમાં વિધ્ન ઉભું કરતા હોવાની પોલીસ અધિકારીની ફરિયાદ પરથી રાજયના ગૃહમંત્રાલય દ્વારા આ શખસો સામે વધુ સકંજાે કસ્યો છે.

શહેરમાં અલગ-અલગ સ્થળો ઉપર આસામીઓની જમીન પચાવી પાડવા સહિતના ગંભીર ગુનાઓને ધ્યાને લઈ પોલીસ દ્વારા વકીલ, બિલ્ડર, પોલીસ કર્મચારી સહિત ૧ર આસામીઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધી આ તમામ શખસોની ગુજસીટોક હેઠળ અટકાયત કરી હતી.

જેમાં અનિલ વિઠલભાઈ ભંડેરી, નિલેશ મનસુખ ટોલિયા, યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વશરામ ગોવિંદ મિયાત્રા, પ્રવિણ પરષોતમ ચોવટિયા, જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, મુકેશ વલ્લભભાઈ અભંગી, અનિલ મનજી પરમાર, જીગર ઉર્ફે જીમ્મી પ્રવીણચંદ્ર આદિત્ય, પ્રફુલ્લ જેન્તીભાઈ પોપટ, વસંતલાલ લીલાધરભાઈ માનસના અને અનિલ દિનેશભાઈ ડાંગરિયાની ધરપકડ કરી તેઓને રાજયની અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા હતા.

દરમિયાન આ અંગેનો કેસ રાજકોટની સ્પેશિયલ અદાલતમાં ચાલી રહ્યો હોય આ અરસામાં તપાસનીય અધિકારી દ્વારા ગૃહ વિભાગને પત્ર પાઠવી જેલમાં રહેલા ગુજસીટોકના આ તમામ આરોપીઓ દ્વારા તપાસ કાર્યમાં વિધ્ન ઉભું કરતા હોવાની ચોંકાવનારી બાબતો વર્ણવતો પત્ર પાઠવ્યો હતો.

જેમાં આરોપીઓ અનેક ગુનાઓમાં સંકળાયેલ હોવા સહિતની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબતોને ધ્યાને લઈ ગૃહ મંત્રાલયના અલગ-અલગ જેલમાં રહેલા તમામ આરોપીઓને જેલમાં મળતી સુવિધાઓ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરવા અને તમામ આરોપીઓ સામેનો કેસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચલાવવા અને આ આરોપીઓ સામે બાજ નજર રાખવાનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.