Western Times News

Gujarati News

ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળીનો રિપોર્ટ ત્રણ માસમાં સોંપવાનો હુકમ થતાં ખળભળાટ

ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના માજી વહીવટકર્તાઓ સામે કલમ-૯૩ ની તપાસનો હુકમ જીલ્લા રજીસ્ટ્રારને સોંપાવામા આવ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, છેલ્લા ઘણાં સમયથી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં થયેલ ગેરવહીવટની તપાસમાં એક પછી એક હુકમો તત્કાલીન વહીવટકર્તા સામે થઇ રહ્યાં છે, ત્યારે ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા કલમ – ૯૩ હેઠળ જીલ્લા રજીસ્ટ્રાર ભરૂચને ત્રણ માસમાં તપાસ કરી રિપોર્ટ સોંપવાનો હુકમ કરતાં ભરૂચ જીલ્લાનાં સહકારી માળખામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

છેલ્લા છ સાત વર્ષે થી ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના સભ્યો ગણેશ સુગરના માજી ડીરેક્ટર હેતલકુમાર રમણભાઈ પટેલ, દિલીપસિંહ પ્રભાતસિંહ મહિડા તથા પુષ્પેન્દ્રસિહ ઈન્દિ્‌સંહ સુણવા,નટવરસિંહ સોલંકી વિભાગીય ઉપપ્રમુખ કિશાન સંઘ ભરૂચ જીલ્લાના ગણેશ સુગરના ગેરવહીવટ તથા ભ્રષ્ટ્રાચાર સામે ખાંડ નિયામક તથા સરકારમાં લેખીત મૌખીક રજુઆત કરી કાયદાકીય લડત ચલાવી રહેલ છે.

જેમા હાલમા ભરૂચ જીલ્લાની અઢાર હજાર સભાસદોની જીવાદોરી સમાન ગણેશ સુગરના ગેરવહીવટ તથા ભ્રષ્ટ્રાચાર તથા જાે હુકમીના લેખા જાેખામા કલમ ૮૬ ની તપાસમા ગેરવહીવટ તથા ભ્રષ્ટ્રાચાર માલૂમ પડતા ગુજરાત રાજ્ય ગાંધીનગરના ખાંડ નિયામક ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ ની કલમ-૯૩ અન્વયે પ્રાપ્ત થયેલ અધિકારની રૂએ ગણેશ ખાંડ ઉ.સ.મંડળી લી.ના તત્કાલીન વ્યવસ્થાપક કમીટી સભ્યો

તથા તત્કાલીન મેનેજીંગ ડીરેક્ટરને અત્રેની તા.૨.૫.૨૨ ની કારણદર્શક નોટીસના મુદ્દા નંબર ૨, ૧૮, ૧૯, ૨૨, ૨૩ ની તપાસણી કરી મંડળીને થયેલ આર્થિક નૂકસાન માટે સબંધિતોને જવાબદારી નક્કી થાય તે હેતુથી તપાસણી કરવાં માટે જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચ ને તપાસ અધિકારી તરીકે નિમણૂક કરી છે.તપાસ અધિકારીએ ત્રણ માસ મિતપાસણીની કાર્યવાહી પુરી કરી તે અંગે નો અહેવાલ ખાંડ નિયામકની કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપવાનો રેહેશે.

તપાસણી અધિકારીએ તપાસણી ખચેઁની જવાબદારી બાબતે પણ સ્પસ્ટ કારણો જણાવી આદેશ કરવાનો રહેશે. આ બાબત મા ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ તથા સંસ્થાનાં ૪ ડીરેકટરો તથા અરજદારની રજૂઆત ૫-૬ વર્ષ થી કરી રહેલ જેનું આ પરિણામ મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.