Western Times News

Gujarati News

ગોધરાના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટી અને કાગળની બનાવટની મુર્તિઓ તૈયાર કરી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટી અને કાગળની બનાવટની મુર્તિઓ તૈયાર કરી છે.ગણેશ મહોત્સવ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગણેશજીની વિવિધ પ્રકારની મુર્તિઓ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં જાેવા મળે છે.

ત્યારે ગોધરા શહેરમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા શાર્દુલભાઈ ગજ્જર દ્વારા પર્યાવરણને બચાવવાના હેતુથી માત્ર ઈકો-ફ્રેન્ડલી મુર્તિ તૈયાર કરી માર્કેટમાં તેનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે હાલ ગોધરા શહેરમાં પર્યાવરણને બચાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મુર્તિની માંગ વધી રહી છે

ગોધરાના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટી અને કાગળની બનાવટની મુર્તિઓ તૈયાર કરી છે. જેમાં કલાકારે ૬ માસમાં દૈનિક ૧૦થી ૧૨ કલાકની મહેનત કરીને નાની-મોટી આશરે ૫૦૦૦ મુર્તિઓ તૈયાર કરી છે.

ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિ બનાવવામાં માટે ખાસ વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. એક કાગળની મુર્તિને તૈયાર થતા અંદાજીત ૨૫થી ૩૦ દિવસનો સમય લાગે છે. જ્યારે માટીમાંથી બનાવવામાં આવતી મુર્તિને દસ દિવસ જેટલો સમય લાગે છે

આમ આકાર આપ્યા બાદ માટીમાં રહેલા ભેજને દુર કરવા દિવસો સુધી એક જગ્યા પર રાખી સુકવવામાં આવે છે. તેની બાદ મુર્તિનો આકાર આપી ફીનીંસીગ વર્ક કરવામાં આવે છે. બે વર્ષ કોરોના કારણે મુર્તિના નિયમોને લઈને કલાકારોને ફટકો પડયો હતો. આ વખતે થોડી છુટછાટ મળતા કલાકારો ખુશ છે.

ગણેશ ઉત્સવ કરતા ગ્રાહકો વર્ષોથી ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિ લેવાનો આગ્રહ રાખે છે.. જે માટે હાલ રૂપિયા ૧૦૦થી લઈ ૨૦૦૦૦ રૂપિયા સુધીની મૂર્તિઓ મળે છે. માટીની મુર્તિ હોવાથી તેના વિસર્જન બાદ પર્યાવરણને નુકશાન થતુ નથી. શાર્દુલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિઓ ખુબ આકર્ષિત અને નાની-મોટી તમામ પ્રકારની જાેવા મળે છે. પીઓપીની મુર્તિ કરતા પણ સારી ઈકો-ફ્રેન્ડલી મુર્તિ તૈયાર કરવામાં આવે છે.

પર્યાવરણને નુકશાન ના થાય તે માટે આવી મુર્તિનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે. જેમાં ખાસ પ્રકારના રંગોથી તેને સુશોભિત કરીને મુર્તિમાં પાઘડી, મુગટ, સાફો, માળા, મોરપીછ, સહીતની વસ્તુઓ લગાવીને મુર્તિને આકર્ષક બનાવવામા આવે છે.

ગણેશ ઉત્સવ ધામધુમથી ઉજવીએ છીએ..પરંતુ પીઓપીની મુર્તિથી પર્યાવરણ નુકશાન થતુ હોય છે.. જેને અટકાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મુર્તિનો ઉપયોગ કેટલાક વર્ષોથી વધ્યો છે.. જેથી શાર્દુલભાઈ દ્વારા ખાસ માટીની અને કાગળની મુર્તિ તૈયાર કરવામાં આવે છે. જેમાં વિવિધ આકાર, રૂપ, કલરની ગણેશ મુર્તિ તૈયાર કરવામાં આવી છે.

ગોધરાના નંદનવન સોસાયટીમાં રહેતા શાર્દુલભાઈ ગજ્જર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઈકો ફ્રેન્ડલી ગણેશ તૈયાર કરવાનો મુખ્ય આશય એ છે કે જેના કારણે માછલીઓ મરવી ન જાેઈએ તળાવનું પાણી કેમીકલ વાળું ન થવું જાેઈએ અને તળાવની અંદર ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા નું વિસર્જન સારી રીતે થઈ શકે.

છેલ્લા પાંચ વર્ષથી મૂર્તિ ને બનાવી માર્કેટમાં વેચાણ કરું છું. ઈકો ફ્રેન્ડલી સિવાય પણ કાગળની પણ મૂર્તિનું આ વખતે ફસ્ટ ટાઈમ લોન્ચ કર્યું છે અમારી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ઓર્ગેનિક કલર થી બનાવવામાં આવે છે જેના કારણે તળાવની માછલીઓને કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ઘરમાં પણ વિસર્જન કરી શકો છો. અને એજ માટીને તમે તમારા કૂંડામાં નાખી છોડ ઉછેરી શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.