Western Times News

Gujarati News

બંગાળનો વેપારી સુરતના જવેલર્સને 1.13 કરોડનો ચૂનો લગાવી ગયો

પ્રતિકાત્મક

સુરત,  શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં બિશનદયાલ જવેલર્સ નામની દુકાન ધરાવતા વેપારી પાસેથી દાગીના બનાવવા અને રીપેર કરવાના બહાને રૂ.૧.૧૩ કરોડનો માલ મેળવીને મુંબઈમાં જવેલર્સ વર્કશોપ ધરાવતો બંગાળનો અભિજીત ચતાલીઘોષ નાસી ગયો હતો.

બનાવની વિગત એવી છે કે ઉમરા વિસ્તારમાં રહેતા નિશાંતભાઈ દિલીપકુમાર ટીબરેવાલ ઉ.૩ર ઘોડાદોડ રોડ પર બિશનદયાલ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. નિશાંતભાઈ છેલ્લા દોઢ વર્ષથી મુંબઈના અલ્પા જવેલરી વર્કશોપ નામ ધંધો કરતા અભીજીત ચેતાલી ઘોષ સામે પાસે દાગીના બનાવતા હતા.

છેલ્લા દોઢ વર્ષમાં અવારનવાર તેઓએ અભિજીતને દાગીના બનાવવાનું કામ આપ્યું હતું. અભિજીતને સમયસર દાગીના બનાવી નિશાંતભાઈને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ નિશાંતભાઈએ દુકાનમાંથી રૂા.૩૪.૪૦ લાખના સોનાના ૭ બિસ્કીટ, સોનાના દાગીના બનાવાવનું મટીરીયલ્સ રૂા.રપ લાખ લુઝ ડાયમંડ રૂા.૧૯ લાખ સોનાના નેકલેસ સેટ રૂા.૧૧.પ૦ લાખ ૧૪ કેરેટની ડાયમંડ જાડીત સોનાની ત્રણ બંગડીઓ કુલ મળી રૂ.૮૯,૯ર લાખના દાગીના

અને નિશાંતભાઈના ગ્રાહકોના રૂા.ર૩.પ૪ લાખના અલગ અલગ સોનાના ડાયમંડ જાડીત દાગીના તથા ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા ૧,૧૩ કરોડના મતાની સોનાની દાગીના બનાવી આપવા તેમજ રીપેરીગ માટે લીધા હતા. બાદમાં દુકાન બંધ કરી ફરાર થઈ ગયોહતો. નિશાંતભાઈએ મુંબઈ જઈ તપાસ કરતા તેની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.