Western Times News

Gujarati News

રામદેવરા જતાં પરિવારને આબુરોડ નજીક કાળ મુખી ટ્રક સાથે અકસ્માત

અમદાવાદ ઇક્કોમાં બેસી ને રામદેવરા તરફ જઈ રહેલા પરિવારને આબુરોડ નજીક કાળ મુખી ટ્રક સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે નવ ઘાયલ વ્યક્તિઓને 108ની મદદથી દવાખાને લઈ જવાયા હતા.

ગોઝારી ઘટનાની વિગત એવી છે કે, મૂળ શિવપુરા મધ્યપ્રદેશ અને હાલ અમદાવાદ ખાતે રહેતા યાદવ પરિવાર ઇક્કો વાહનમાં રામદેવરા તરફ જઈ રહ્યો હતો તે સમય આબુરોડ નજીક ફેરલેન નેશનલ હાઇવે 27 પર આવેલા ભીમાના ગામ નજીક ઇક્કો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઇક્કો વાહનમાં બેઠેલા પાંચ વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે અન્ય નવ જણને ઓછી વત્તી ઇજાઓ થતા 108 તેમજ અન્ય વાહનોની મદદથી આબુરોડ ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા માં આવ્યા હતા. ગોઝારી ઘટનાની જાણ સિરોહી જિલ્લામાં પ્રસરી જતા જિલ્લા પોલીસ વડા કલ્યાણમલ મીના સહિત પોલીસે અને વહીવટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે અકસ્માત એટલો ભયંકર હતો કે જેના લીધે ઇક્કો કારનો ભુક્કો વળી ગયો હતો.

કમનસીબ મૃતકની યાદી

(1) ગણેશભાઈ રમેશભાઈ યાદવ
(2) હરીલાલ યાદવ
(3) રોના હરીલાલ યાદવ તેમજ અન્ય બે ૧૨ અને ૧૧ વર્ષના બાળકોનો સમાવેશ થાય છે.

 ઘાયલની યાદી:  (1)  રાજકુમાર પ્રહલાદભાઈ યાદવ (2) ભાવનાબહેન ગણેશભાઈ યાદવ (3)  તેજકરણ જયકિશન યાદવ (4)  મમતાબહેન હરિલાલ યાદવ (5) હિના બહેન
(6) કલાવતી બહેન.

ઇક્કોમાં ફ્સાયેલા લોકોને બહાર નીકાળવા ક્રેનની મદદ લેવાઈ આબુરોડ નજીક થયેલા ગમખ્વાર અકસ્માત માં ઇક્કો કારનો ભુક્કો વળી ગયો હતો. જેના લીધે કારમાં બેઠેલા ઈસમો તેમજ મૃતદેહ ફ્સાઈ ગયા હતા તેઓને બહાર નીકાળવા માટે સ્થાનિક લોકો તેમજ ક્રેનની મદદ લેવાઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારી સહિત વહીવટી તંત્ર દોડી આવ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.