મુંબઈ મુલાકાતમાં અમિત શાહની સુરક્ષામાં ચૂક
કલાકો સુધી સતત અજાણ્યો શખ્સ આસપાસ ફરતો હતો
શાહની આસપાસ ફરતા વ્યક્તિનું નામ હેમંત પવાર છે અને તે ધુળેનો રહેવાસી છે, પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે
મુંબઈ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમની સુરક્ષામાં ચૂક રહી ગઈ હોવાનું સામે આવતા હંગામો મચ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુંબઈ પોલીસને આ વાતની જાણકારી આપતા મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, શાહની મુંબઈ મુલાકાતમાં એક અજાણ્યો શખ્સ કલાકો સુધી તેમની આસપાસ ફરતો રહ્યો હતો. તેને લઈને વિવાદ ઊભો થયો છે. તે શખ્સ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ હોવાનું જણાવી રહ્યો હતો.
આ શખ્સ પર શંકા હોવાને લઈને મંત્રાલયના અધિકારીએ મુંબઈ પોલીસને આ મામલે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસને આ બનાવની જાણ થતા જ તપાસ હાથ ધરી હતી. તેમાં આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અમિત શાહની આસપાસ ફરતા વ્યક્તિનું નામ હેમંત પવાર છે અને તે ધુળેનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.ss1