મારું પોતાનું એક બાળક હોય તેમ ઈચ્છું છું: નીલ ભટ્ટ
મુંબઈ, ગુમ હૈ કિસી પ્યાર મેંમાં હાલમાં જ લીપ આવ્યા બાદ પત્રલેખાનું પાત્ર ભજવી રહેલી ઐશ્વર્યા શર્માને વિનાયક નામના દીકરા તો સઈ ઉર્ફે આયશા સિંહને સવી નામની દીકરીની મમ્મી તરીકે દેખાડવામાં આવી છે. વિનાયકનો રોલ તન્મય ઋષિ શાહ જ્યારે સવીનો રોલ આરિયા સાકરિયા કરી રહ્યા છે.
બંને બાળકો ઓનસ્ક્રીનની જેમ સેટ પર પણ ખૂબ જ ધમાલ મચાવે છે અને ટીમને તેમની પાછળ વ્યસ્ત રાખે છે. ખાસ કરીને, ઐશ્વર્યા શર્માને તન્મય અને આરિયા સાથે સારું બની રહ્યું છે, તે ઘણીવાર તેમની સાથેની ક્યૂટ તસવીરો શેર કરતી રહે છે.
કો-એક્ટર ‘વિરાટ’ નીલ ભટ્ટ સાથે ગત વર્ષે લગ્ન કરનારી ઐશ્વર્યાએ રિયલ લાઈફમાં પણ મા બનવા અંગેની ઉત્સુકતા દેખાડી હતી. એક ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યા શર્માએ કહ્યું હતું કે ‘મને નથી ખબર પરંતુ હવે હું પણ પોતાનું બાળક ઈચ્છું છું.
અમે હજી સુધી કોઈ પ્લાનિંગ કર્યું નથી, પરંતુ સેટ પર બાળકોની સાથે મને સારું લાગે છે, તેમની સાથે ખુશી અનુભવું છું’. તન્મય અને આરિયા સાથેના બોન્ડિંગ વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે ‘બંને સાથે મને સારું બને છે. તેઓ ખૂબ સારા બાળકો છે.
તેમની સાથે હોવ ત્યારે પોતે બાળક બની જાઉ છું અને મસ્તી કરું છું. ઓનસ્ક્રીન માતાનું પાત્ર ભજવ્યા બાદ ઐશ્વર્યા શર્માનું મન જાણે બદલાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, નીલ ભટ્ટ તેમજ તેના લગ્નને ૧૦ મહિના થઈ ગયા છે અને તેઓ હજી હનીમૂન પર પણ ગયા નથી.
બંને પાસે શાંતિથી બેસીને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો પણ સમય નથી. તેઓ સતત સીરિયલનું શૂટિંગ કરી રહ્યા છે અને હાલ માત્ર ઉંઘવા અને આરામ માટે સમય કેવી રીતે કાઢવો તે વિશે વિચારી રહ્યા છે.
જણાવી દઈએ કે, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટની મુલાકાત ‘ગુમ હૈ કિસી પ્યાર મેં’ના સેટ પર જ થઈ હતી. સાવ ઓછા સમયના ડેટિંગ બાદ બંનેએ એક્ટ્રેસના મધ્યપ્રદેશમાં આવેલા ઘરે રોકા સેરેમની કરી હતી અને નવેમ્બર ૨૦૨૧માં તેમના લગ્ન થયા હતા.SS1MS