Western Times News

Gujarati News

લાયન્સ ક્લબ ઓફ બલસાર દ્વારા શેરી ગરબા સ્પર્ધા યોજાઇ

(પ્રતિનિધિ) વલસાડ,લાયન્સ ક્લબ ઓફ બલસાડ દ્વારા વલસાડ તાલુકામાં વસવાટ કરતા સમગ્ર નાગરિક માટે શનિવાર તા. ૦૮/૧૦/૨૦૨૨ ના રોજ શેરી ગરબા સંપર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું લ. જેમાં કુલ ૩૩ ટીમો એ ભાગ લીધેલ હતો. શ્રી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ સમગ્ર સ્પર્ધા માં રોશની ના ઝગમગાત તથા પરંપરાગત ગરબા એ રમઝટ જમાવી હતી. જેને માનવા માટે ખુબ જ મોટી સંખ્યામાં મેદની હાજર રહી હતી.

આ પ્રસંગ ને સફળતાપૂર્વક પાર પાડવા PMCC-MJF લા. જશવિકાબેન દેસાઈ ના માર્ગદર્શન હેઠળ તથા ક્લબ ના પ્રમુખશ્રી કાર્તિકભાઈ દેસાઈ, સેક્રેટરી શ્રીમતિ મૈત્રી દેસાઈ તથા ટ્રેઝરરશ્રી અભિલાશભાઈ દેસાઈ તથા ક્લબ ની સમગ્ર ટીમ દ્વારા તનતોડ મહેનત કરી આ સંપર્ધા ને સફળ બનાવી હતી.

આ સ્પર્ધા માં મહિલા વિભાગ માં પ્રથમ ઇનામ અનાવિલ સહેલી વૃંદ પાલીહીલ અને પુરુષ વિભાગ માં રામલાલા – વલસાડ પારડી અને બાળ વિભાગ માં કુસુમ વિદ્યાલય – વલસાડ તથા મિક્સ વિભાગ માં શખાવૃંદ આર એમ પાર્ક પ્રથમ ક્રમે રહ્યા હતા. આ સ્પર્ધા દરમ્યાન ડિસ્ટ્રિક્ટ ગવૅર્નરશ્રી મુકેશભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીશ્રી પ્રેમલસિંહ ચૌહાણ,૧st VDG શ્રી દિપકભાઈ પખાવે, 2nd VDG શ્રી પરેશભાઈ પટેલ તથા ZC પીકેશ પટેલ તથા RC ખુશ્મન ઢીમરની હાજરી નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.