Western Times News

Gujarati News

વિકીને પહેલીવાર જોતાં જ ઈમ્પ્રેસ થઈ ગઈ હતી કેટરિના

મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના બહુચર્ચિત કપલમાંથી એક છે. આશરે ૨ વર્ષના રિલેશનશિપ બાદ આ લવબર્ડ્‌સે ડિસેમ્બર, ૨૦૨૧માં રાજસ્થાનના ૪૦૦ વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં અંગત લોકોની હાજરીમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા અને ત્યારથી તેઓ ફેન્સને કપલ ગોલ્સ આપવામાં ક્યારેય પણ નિષ્ફળ રહ્યા નથી.

આ સિવાય બંને ઈવેન્ટ તેમજ મીડિયા સાથે વાતચીત કરતી વખતે પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં રહે છે. કેટરીના કૈફ હાલ સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે અપકમિંગ ફિલ્મ ‘ફોન ભૂત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૪ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.

આ સંદર્ભમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં વિકીને પહેલીવાર જાેયો ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી તે વિશે કેટરીનાને સવાલ કરવામાં આવ્યો હતો. કેટરીના કૈફે કહ્યું હતું કે, ‘મને યાદ છે કે, પ્રોડ્યૂસર આનંદ એલ રાયે મને ફિલ્મ ‘મનમર્ઝિયાં’નો પ્રોમો દેખાડ્યો હતો અને મેં પૂછ્યું હતું ‘આ છોકરો કોણ છે?’ તે સમયે મેં માત્ર તેને જાેયો હતો અને મનમાં કહ્યું હતું ‘વાઉ!’ તે ખૂબ સહજ હતો. તેની પાસે તે ટેલેન્ટ છે’.

આ સિવાય પોતાના લગ્ન વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘એવું લાગ્યું કે તે એક સુંદર પ્રવાસની અંત છે, જે મારા માટે અત્યંત અણધાર્યું હતું. તે ક્યાંકથી આવ્યું હતું’. તેણે ઉમેર્યું હતું કે ‘અમારા લગ્નના ફંક્શનના ત્રણ દિવસ ખૂબ જ પ્રેમ અને હૂંફાશથી ભરેલા હતા. અમે બીજાની ખુશી પણ અનુભવી શકતા હતા. ત્યાં હાજર દરેક વ્યક્તિ ખુશ હતી અને તેમની શુભેચ્છા અમારી સાથે હોવાનું હું અનુભવી શકતી હતી.

કેટરીના કૈફે હાલમાં જ પતિ વિકી કૌશલ સાથે લગ્ન બાદની પહેલી કરવા ચોથ મનાવી હતી. આ દિવસે તેને પતિ તરફથી ઘણો સપોર્ટ મળ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેને ખૂબ ભુખ લાગી ગતી અને ચંદ્ર દેખાવાની રાહ જાેતી હતી.

વિકીએ પણ તેની સાથે ઉપવાસ રાખ્યો હતો. તેણે તેમ પણ ઉમેર્યું હતું કે, આ દિવસે વિકીના માતા-પિતા પણ કરવા ચોથની પૂજા કરવા માટે ત્યાં આવ્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ‘ફોન ભૂત’ સિવાય કેટરીના કૈફ પાસે અન્ય ઘણી ફિલ્મો છે. તે હાલ સાઉથ સ્ટાર વિજય સેથુપથી સાથે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસસમ’નું શૂટિંગ કરી રહી છે.

આ સિવાય તેની પાસે સલમાન ખાન સાથેની કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ પણ છે, જેમાં ઈમરાન હાશ્મી મહત્વના રોલમાં દેખાશે. ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ તેની ઝોળીમાં છે, જેમાં તે ગર્લ ટ્રિપ પર આધારિત છે અને તેમાં પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.

બીજી તરફ, વિકી કૌશલ મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ પણ છે, જેમાં કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.