પ્રેમ પ્રકરણમાં ગર્ભવતી બનેલી તરૂણીનું એબોર્શન દરિમયાન મોત
સુરત, સચિનવિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પ્રેમ પ્રકરણમાં પ્રેગ્નન્ટ થયેલી યુવતીનું ગેરકાયદે ગર્ભપાત કરવાતા મૃત્યુ થયું છે.
સચિન GIDCમાં યુવક સાથે પ્રેમસંબંધમાં તરુણી ગર્ભવતીબની હતી. સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી તેમની બહેન અને જીજાજીના ઘરે આ યુવતી રહેતી હતી. આ સમયે એકલતાનો લાભ લઇને યુવક તરણી પાસે આવતો હતો અને પ્રેમજાળ ફસાવી હતી. બાદ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. આ વાતનો ખ્યાલ બહેનના ૨ મહિના બાદ થતાં તેમણેથી ગર્ભપાત કરવાવાની કોશિશ કરી હતી.
જાે કે ત્યાર બાદ પણ ગર્ભપાત ન થતાં બહેન તેને હોસ્ટિપલ લઇ ગઇ હતી. જાે કે અહીં કામ ન થતાં ડોક્ટરે ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં મોકલ્યા હતા. અહીં ડો. હિરેને ગેરકાયદે ગર્ભપાત કરાવ્યા બાદ રજા આપી હતી.
જાે કે ઘરે આવ્યાં બાદ તેને ચકકર આવતા હતા અને પીડિતા ઢળી પડી હતી. ચક્કર આવી ઢળી પડતાં તેને સંજીવની હોસ્પિટલ લઈ જવાતાં ડોક્ટરે મૃત જાહેર કરી મૃતદેહ ઘરે લઈ જવા કહ્યું હતું. જાે કે, સ્મશાનમાં અંતિમવિધિ કરવા માટે ડેથ સર્ટિફિકેટ જરૂરી હોવાથી તરૂણીના પરિવારે રાત્રે સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરવી પડી હતી. જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયા બાદ મૃત પીડિતાના બહેન-બનેવી ડોક્ટર તેમજ નરાધમ યુવક સામે પણ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.SS1MS