Western Times News

Gujarati News

બાયડ ભાજપ ઉમેદવાર ભીખીબેન પરમારની ઘાત ટળી

કારને બચાવવા જતા ડમ્પર રોડ સાઈડ પલટ્યું,સમર્થકોનો બચાવ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારીપત્રો ભરાઈ ગયાં છે. હવે ઉમેદવારો પોતપોતાના મતક્ષેત્રમાં પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. અરવલ્લી જીલ્લાની હાઈ વોલ્ટેજ બાયડ બેઠકના ઉમેદવાર ભીખીબેન પરમાર તેમના સમર્થકો કાર

અને ગાડીના કાફલા સાથે દોલપુર નજીક વળાંક નજીક સામેથી આવતા ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત થાય તે પહેલા ડમ્પર ચાલકે સમયસૂચકતા વાપરી ડમ્પરને વળાંક લેતા ડમ્પર પલ્ટી ખાઈ જતા ભીખીબેની કાર અને ગાડીઓના કાફલાનો આબાદ બચાવ થયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,બાયડ-માલપુર બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ભીખીબેન પરમાર અને કાર્યકર્તાઓએ જાેરશોરથી પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે શુક્રવારે ભીખીબેન પરમાર કારમાં તેમના કાફલા સાથે માલપુર વિસ્તારમાં મતદારોને મળવા નીકળતા દોલપુર નજીક વળાંકમાં તેમના કાફલા સામે ડમ્પર આવી જતા

ડમ્પર ચાલકે અકસ્માત ટાળવા ડમ્પરને જમણી બાજુએ ઘુમાવતા અકસ્માત ટળતા ભીખીબેન અને તેમના સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો હતો ડમ્પર રોડ સાઈડ ખાડામાં પલ્ટી મારી જતા ડમ્પર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.