ગોવાના વેકેશન પર ઉલ્ટા ચશ્મા ફેમ પલક સિધ્વાની

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર ભજવી રહેલી પલક સિધ્વાનીએ સીરિયલમાંથી શોર્ટ બ્રેક લીધો છે અને રજાઓ માણવા માટે ગોવા પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસે તેનું ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતાં બિકિનીમાં કેટલીક તસવીરો શેર કરી છે.
જેમાં તે પિંક ટોપ અને પ્રિન્ટેડ સરોંગમાં જાેવા મળી. આ સાથે તેણે હાથમાં સ્ક્રન્ચિ અને પગમાં કોડીનું એન્કલેટ પહેર્યુ છે. તે ખેભડો પાસે ઉભા રહીને પોઝ આપી રહી છે. આ સાથે તેણે લખ્યું છે ‘દેખાડાની દુનિયામાં તે વાસ્તવિક હતી’.
આ જ આઉટફિટમાં અન્ય કેટલીક તસવીરો શેર કરીને પોતાને ‘દિલથી જળમાછલી’ ગણાવી છે. પલક સિધ્વાનીએ એક રિલ પણ શેર કરી છે, જેમાં તે દરિયાની રેતીમાં ચાલતી, પાણીમાં કૂદકા મારતી અને ત્યાંના વાતાવરણને મનભરીને એન્જાેય કરતી દેખાઈ. બેકગ્રાઉન્ડમાં ‘આહટે’ સોન્ગ વાગી રહ્યું છે. તેના પર કોમેન્ટ કરતાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની એક્ટ્રેસ અને બેસ્ટફ્રેન્ડે પલકને ‘હોટ’ ગણાવી છે.
આ સિવાય ફેન્સે પણ તેને ‘સુંદર’ અને ‘ગોર્જિયસ’ કહી છે. તો કેટલાકે રેડ હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આ ત્રીજી સોનું છે. શરૂઆતમાં જીલ મહેતાએ પાત્ર ભજવ્યું હતું. તેના ગયા બાદ નિધિ ભાનુશાળીને કાસ્ટ કરવામાં આવી હતી.
૨૦૧૯માં તેણે અભ્યાસ અને કામ બંને વચ્ચે બેલેન્સ ન જાળવી શકતી ન હોવાથી શો છોડતાં પલક સિધ્વાનીએ તેને રિપ્લેસ કરી હતી. દર્શકો તરફથી એક્ટ્રેસને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં પલક સિધ્વાનીએ કાસ્ટિંગ કોઓર્ડિનેટરથી એક્ટ્રેસ બનવા સુધીની તેની જર્ની વિશે વાત કરી હતી.
તેણે કહ્યું હતું ‘૨૦૧૬માં હું ગ્રેજ્યુએશન માટે મુંબઈ આવી હતી. ખર્ચો ઉઠાવવા માટે મેં સાઈડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મેં કાસ્ટિંગ જાેબ લીધી હતી કારણ કે તેના કામમાં કલાકો ફાવે તેવા હતા. હું કેમેરાની સામે સારી લાગીશ અને મારી રોલ માટે ઓડિશન આપવા જાેઈએ તેવું સૂચન કેટલાકે આપ્યું હતું’. તેણે ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ૨૦૧૯માં નસીબ ખુલ્યું હતું અને TMKOCમાં સોનુંનો રોલ મળ્યો હતો. આ તેની પહેલી સીરિયલ છે.SS1MS