કિંજલ રાજપ્રિયાએ કલ્યાણ જ્વેલર્સના રિનોવેટ કરાયેલા શોરૂમનું ઉદ્ઘાટન કર્યું
આંબાવાડીમાં છડાવડ પોલીસ ચોકી સામે આવેલા નવા રિનોવેટ થયેલા શોરૂમમાં ગ્રાહકો માટે ટ્રેન્ડી જ્વેલરી ડિઝાઇન ઉપલબ્ધ
અમદાવાદ, ભારતની અત્યંત વિશ્વાસુ અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડમાંની એક કલ્યાણ જ્વેલર્સે અમદાવાદમાં આંબાવાડીમાં છડાવડ પોલીસ ચોકીની સામે તેનાં નવા ડિઝાઇન થયેલા શો રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. કલ્યાણ જ્વેલર્સનાં રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા ઉદ્ઘાટન કરાયેલા સૂંપર્ણ નવા શો રૂમમાં
અનોખી અને ટ્રેન્ડી જ્વેલરી ડિઝાઇન્સ પ્રદર્શિત કરવામાં આવી છે, જે લક્ઝરીયસ અને નવતર અનુભવ આપે છે. આજથી સંપૂર્ણપણે કાર્યાન્વિત કલ્યાણ જ્વેલર્સનો શો રૂમ સમકાલીન અને પરંપરાગત ડિઝાઇનની વ્યાપક રેન્જ ઓફર કરે છે, જે દરેક ગ્રાહકની પસંદ અને પ્રાથમિકતા સાથે મેળ ખાય છે.
અનોખી શૈલીમાં શો રૂમ લોંચ કરતાં કલ્યાણ જ્વેલર્સે તેની મેગા ધમાકા ઓફરની જાહેરાત કરી છે, જેમાં ગ્રાહકો મેકિંગ ચાર્જ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. કલ્યાણ જ્વેલર્સ ગોલ્ડ જ્વેલરીની ખરીદી* પર પ્રતિ ગ્રામ રૂ. 500 સુધીનું અને ડાયમન્ડ જ્વેલરીની ખરીદી* પર પ્રતિ ગ્રામ રૂ. 1000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. અમદાવાદમાં સુધારા સાથે લોંચ થયેલા શો રૂમ ખાતે 8 ડિસેમ્બર સુધી આ આકર્ષક ઓફરનો લાભ લઈ શકાશે.
ઉદ્ઘાટન પ્રસંગે બોલતા ગુજરાત રાજ્યનાં રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર કિંજલ રાજપ્રિયાએ જણાવ્યું હતું કે, “આજે ક્લ્યાણ જ્વેલર્સના પુનર્નિમિત શો રૂમનું ઉદ્ઘાટન કરતાં મને અત્યંત ખુશીની લાગણી થાય છે. નવા શો રૂમનું એસ્થેટિક્સ અને જ્વેલરી ડિઝાઇન્સ ગુજરાતી સંસ્કૃતિ પરથી પ્રેરિત છે.
બ્રાન્ડ સાથે મારા ચાર વર્ષનાં સાથ દરમિયાન કલ્યાણ જ્વેલર્સ તેનાં માનવંતા ગ્રાહકોને ખરીદીનો નવતર અનુભવ પૂરો પાડવા પ્રતિબદ્ધ રહ્યું છે. મને વિશ્વાસ છે કે ગ્રાહકો બ્રાન્ડને પોતાનો પ્રેમ અને સહયોગ આપવાનું ચાલુ રાખશે.”
નવા શો રૂમ અંગે વાત કરતાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરમને જણાવ્યું હતું કે, “અમે અમદાવાદમાં અમારો નવો સુધારેલો શો રૂમ લોંચ કરતા ખુશી અનુભવીએ છીએ. પુનઃ ડિઝાઇન કરાયેલો શો રૂમ ગ્રાહકોને કલેક્શનની સંપૂર્ણ રેન્જ પૂરી પાડશે,
ખાસ કરીને સમકાલીન ડિઝાઇન ધરાવતી વેડિંગ જ્વેલરી લાઇન-મૂહુર્ત અને ઓથેન્ટિક ગુજરાતી જ્વેલરી સમાવતા સંકલ્પ કલેક્શનનો સમાવેશ થાય છે. કલ્યાણ જ્વેલર્સમાં અમે વર્તમાન પ્રોડક્ટ પોર્ટફોલિયોનાં વિસ્તરણથી માંડીને સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિક્સાવીને ગ્રાહકને અનોખા પ્રકારનો અનુભવ આપીએ છીએ.
અમે કલ્યાણ જ્વેલર્સને સતત સહયોગ કરીને વિશ્વાસ મૂકવા બદલ રાજ્યના ગ્રાહકોનો આભાર માનવા માંગીએ છીએ. અમે આગામી સમયમાં અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ આપવા સતત કામ કરવાનું વચન આપીએ છીએ અને વિશ્વાસ તથા પારદર્શિતાનાં કંપનીનાં નક્કર મૂલ્યોને વળગી રહીશું.”
ગ્રાહકોને ગોલ્ડ જ્વેલરીની ખરીદી પર કલ્યાણનાં 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેશનનો પણ લાભ થશે. કલ્યાણ જ્વેલર્સ પર વેચવામાં આવતી જ્વેલરી શુદ્ધતાના અનેક પરીક્ષણોમાંથી પસાર થઈને આવે છે, BIS હોલમાર્ક ધરાવે છે અને તેનાં 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ ગ્રાહકોને એક્સચેન્જ કે રિસેલ દરમિયાન ઇનવોઇસમાં જણાવેલી શુધ્ધતાનાં મૂલ્ય પર ચૂકવણીનું વચન આપે છે. વળી, તે દેશભરમાં કલ્યાણ જ્વેલર્સનાં કોઇ પણ શો રૂમ ખાતે દાગીનાનાં ફ્રી લાઇફટાઇમ મેઇન્ટેનન્સની ખાતરી આપે છે.
કલ્યાણ જ્વેલર્સ તેનાં ગ્રાહકોને ભારતભરમાંથી તૈયાર કરવામાં આવેલા બ્રાઇડલ જ્વેલરી લાઇન મૂહુર્ત ઉપરાંત કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ જેમ કે તેજસ્વી (પોલકી જ્વેલરી), મુધરા (હેન્ડક્રાફ્ટેડ એન્ટીક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી) અને ગ્લો (ડાન્સિંગ ડાયમન્ડ)
જેવી કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ ધરાવતા એક્સ્લુઝિવ સેક્શન્સ ઓફર કરશે. શો રૂમનાં અન્ય સેક્શન્સમાં ઝિયાહ (સોલિટેર જેવી ડાયમન્ડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમન્ડ્સ), અપૂર્વા (વિશેષ પ્રસંગો માટે ડાયમન્ડ્સ), અંતરા (વેડિંગ ડાયમન્ડ્સ), હીરા (ડેઇલી વેર ડાયમન્ડ્સ) અને રંગ (પ્રેશિયસ સ્ટોન જ્વેલરી)નો સમાવેશ થાય છે. કલ્યાણ જ્વેલર્સ તેનાં પોર્ટફોલિયોમાંથી એક લાખ સમકાલીન અને પરંપરાગત ડિઝાઇન્સ રજૂ કરશે અને દૈનિક તથા બ્રાઇડલ વેર અને તહેવારોની મોસમમાં સિલેક્શન્સ ઓફર કરશે.