૧૦૮ ટીમે વેલુગામની સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસ્તુતિ કરાવી
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે નિશાળ ફળિયા ખાતે રહેતા વસાવા જ્યોત્સનાબેનને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી.જેથી તરતજ પરિવારજનોએ ૧૦૮ નંબર ડાયલ કરી મદદ માંગી હતી.જેને લઈ ઉમલ્લા ૧૦૮ ઈએમટી રવિભાઈ પુરરોહિત અને પાયલોટ ર્નિમલસિંહ તરત જ વેલૂગામ ખાતે પહોંચી ગયા હતા.બાદમાં આ સગર્ભા મહિલાને ઝઘડીયાની ફાઈલ ચાલતી હોય જેથી હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથધરી હતી.
જાે કે હોસ્પિટલ લઈ જતા પહેલા જ સગર્ભા મહિલાને સારસા ગામ પાસે પ્રસુતિની પીડા વધી જતા ઈએમટી રવિભાઈ પુરરોહિતે પાયલોટ ર્નિમલસિંહને એમ્બ્યુલન્સ સાઈડમાં ઉભી રખાવ જણવાયું હતું.ઈઆરસીપી તબીબની સલાહ મુજબ સગર્ભા મહિલાને ઓક્સિજન પુરો પાડી એમ્બ્યુલન્સ માંજ સફળ પ્રસુતિ કરાવી હતી. સગર્ભાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ જરૂરી સારવાર આપી મહિલાને ઉમલ્લા સરકારી હોસ્પિટલ લઈ જવાઈ હતી.પરિવારજનોએ ૧૦૮ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.