Western Times News

Gujarati News

નેહરુ યુવા કેન્દ્ર દ્વારા કઠલાલ ખાતે તાલુકા રમતગમત કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડીયાદ ની કચેરી દ્વારા હર્ષદ વિદ્યાલય સ્કુલ મેદાન, મુ.પો-ગોગજીપુરા,તાલુકો- કઠલાલ ખાતે આજ ના રોજ તાલુકા સ્તરીય યુવા મંડળ રમતગમત સ્પર્ધા કાર્યક્રમ નું આયોજન હાથ ધરાયું હતું જેમાં કઠલાલ તાલુકા ના યુવક/મહિલા મંડળો ના સભ્યો તેમજ શાળા ના વિદ્યાર્થી મિત્રો એ મોટી સંખ્યા માં ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો, કાર્યક્રમ માં વોલીબોલ,કબડ્ડી,ખોખો,દોડ અને ગોળા/ચક્રફેંક જેવી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ માં ગોગજીપુરા ગામના સરપંચ બાબુભાઈ રાઠોડ ,શાળા ના આચાર્ય દશરથભાઈ ડાભી, ભવાનસિંહ,અક્ષય ચૌહાણ જેવા યુવા કાર્યકર તેમજ શાળા ના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો. વિજેતા સ્પર્ધકો ને નેહરુ યુવા કેન્દ્ર નડીયાદ ની કચેરી દ્વારા પ્રોત્સાહન રૂપે ટ્રોફી તેમજ પ્રમાણપત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું, નેહરુ યુવા કેન્દ્ર નડીયાદ ની કચેરી દ્વારા ચા-નાસ્તા ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ નું આયોજન રશ્મિકા ઝાલા,રાષ્ટ્રીય યુવા વાહિની દ્વારા કિરીટસિંહ ડાભી ના સહયોગ થી નેહરુ યુવા કેન્દ્ર નડીયાદ ની કચેરીના જિલા યુવા અધિકારી મહેશ રાઠવા અને સંજય પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.