જુસ્સા ગામે રંધા મશીન સાથે સાગી લાકડાનો જથ્થો ઝડપાયો
પ્રતિનિધિ સંજેલી, સંજેલી તાલુકાના જુસ્સા ગામે સબ સેન્ટર નજીક મકાનમાં ગેરકાયદેસર સાગીના વૃક્ષો કાપી અને રંધા મશીનમાં સાઈઝ ની કામગીરી કરતા હોવાની મળેલી બાતમીના આધારે વન વિભાગ એ રેડ પાડી અને મુદ્દા માલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી.
સંજેલી તાલુકાના જુસ્સા ખાતે આવેલા સબ સેન્ટર નજીક રહેતા રાવત રમેશભાઇ પુનાભાઈ ના રહેણાંક મકાનમાં રંધા મશીન રાખી અને વગર પરવાનગી એ સાગીના જાડો કાપી અને સાઈઝ જેવી વિવિધ કામગીરી કરતા હોવાની સંજેલી આરએફઓ એસ એસ માલીવાડ ને મળેલી બાતમીના આધારે જુસ્સા ગામે સ્ટાફ સાથે રાત્રિના સમયે રેડ પાડતા વન વિભાગની ગાડી જાેઈને આરોપી ફરાર થઈ ગયો હતો રંધા મશીન તેમજ સાગી ના સાઈઝ અને કાપેલ જાડો જાેઈ અધિકારી ચોકી ઉઠ્યા હતા તાત્કાલિક આસપાસ થી પ્રાઇવેટ વાહનો મંગાવી અને રંધા મશીન તેમજ સાઈઝ અને કાપેલા જાડો વાહન માં ભરી લઈ અને સંજેલી વન વિભાગ ખાતે લાવી અને મળી આવેલા સાગીના જાડો તેમજ સાઈજાે માલકીના છે કે જંગલના તેમજ વગર પરવાનગી એ કાપવામાં આવેલા છે તે બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.