ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માની ક્રિકેટ ટીમ પ્રાંત કક્ષાએ વિજેતા બની
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માની ટીમ અગાઉ ૨૫- ૧૨ -૨૦૨૨ ના રોજ ઈડર ખાતે સાબરકાંઠા અરવલ્લી તથા ગાંધીનગર વિભાગ દ્વારા રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા બની હતી. આ ટીમ તારીખ ૮-૧-૨૨ ના રોજ સાદરા મુકામે પ્રાંત કક્ષાની ટુર્નામેન્ટમાં અમદાવાદ વિભાગમાંથી જીતેલ નિકોલ ટીમ સાથે ફાઇનલમાં ટકરાઈ હતી. ખેડબ્રહ્માની ટીમના બેટ્સમેન ચિરાગ પટેલ, ભરતભાઈ તથા કિશનભાઇએ સારું બેટિંગ કરતા ખેડબ્રહ્માની ટીમ વિજેતા બની હતી. આ વિજેતા ટીમને પ્રાંત પ્રમુખ શ્રી ફાલ્ગુનભાઈ વોરાના હસ્તે તેમને ટ્રોફી અપાઈ હતી.
ખેડબ્રહ્મા ટીમના કેપ્ટન ચિરાગભાઈ પટેલ, શૈલેષભાઈ પ્રજાપતિ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, તથા હરીશભાઈ રામીએ સારી મહેનત કરી હતી. ખેડબ્રહ્મા ટીમ વિજેતા બનતા વિભાગ મંત્રી શ્રી નિકેશભાઈ શંખેશરા, પ્રમુખ પ્રા.ડૉ. રોહિત દેસાઈ તથા મંત્રી સુરેશભાઈ પટેલ તથા સૌ સદસ્યોએ અભિનંદન આપ્યા હતા.