Western Times News

Gujarati News

“દે ઘૂમાકે” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતાનો પ્રારંભ

(પ્રતિનિધિ) સરીગામ, સરીગામ ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમન્ડ ના ૫૦ વર્ષ અને ગજેરા ટ્રસ્ટ ના ૩૦ વર્ષ પૂરા થતા “દે ઘુમાંકે-૨૦૨૩” પ્રતિયોગિતા નું તારીખ ૦૧-૦૨-૨૦૨૩ થી તારીખ ૦૮-૦૨-૨૦૨૩ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેનું આજ રોજ શ્રી ચુનીભાઈ ગજેરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રતિયોગિતા ના આયોજક પ્રો. પરિક્ષિત પટેલ ના જણાવ્યા મુજબ આ પ્રતિયોગિતા માં વિવિધ શાળાની કુલ ૨૪ ટીમોએ ભાગ લીધો છે. આ પ્રતિયોગિતા નોકઆઉટ પ્રકાર ની હશે. આ પ્રતિયોગિતા ની સેમી ફાઇનલ અને ફાઇનલ ૦૮-૦૨-૨૦૨૩ નાં રોજ રમાડવામાં આવશે.

ઉદઘાટન બાદ જાડી રાણા ઉચ્ચતર મધ્યમિક શાળા, તલાસરી અને કલ્યાણી શાળા,અતુલ વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી અને એમાં જાડી રાણા ઉચ્ચત્તર માધ્યમિક શાળા વિજેતા બની હતી ,ત્યાર બાદ બી.એ.પી.એસ સ્વામિનારાયણ શાળા,વલસાડ અને દક્ષિણા વિધાયલય, નારગોલ વચ્ચે સ્પર્ધા યોજાય હતી એમાં દક્ષિણા વિદ્યાલય વિજેતા બની હતી. ત્યારબાદ કવોલીફાઇર સ્પર્ધા માં જાડી રાણા ઉચ્ચત્તર માધ્યમિક શાળા વિજેતા બની સેમિફાઇનલાં પહોંચનારી પહેલી ટીમ બની હતી. આ સિવાય ૭/૦૨/૨૦૨૩ દરમિયાન દરરોજ જુદી જુદી ટીમો વચ્ચે નોક આઉટ રમાશે અને ત્યારબાદ ૮/૦૨/૨૦૨૩ ના રોજ ફાઇનલ યોજાશે. લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલના ટ્રસ્ટી શ્રી ચૂનીભાઈ ભાઈ ગજેરા તેમજ લક્ષ્મી વિદ્યાપીઠ અંતર્ગત આવેલ વિવિધ શાળાઓ તથા કોલેજાેના આચાર્યશ્રીઓ તેમજ ઇજનેરી કોલેજના ડિરેક્ટર ડૉ. બસાવરાજ પાટીલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.