ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી તાલુકા તથા શહેરની કારોબારી યોજાઈ
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકા શહેર ભારતીય જનતા પાર્ટીની કારોબારી મિટિંગ ખેડબ્રહ્મા શહેરમાં તારીખ ૮-૨-૨૪ ના રોજ બપોરે ૧ઃ૦૦ વાગે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ હોલ ખાતે સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી કનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી. આ પ્રસંગે તાલુકા સંગઠનના પ્રભારી રવિન્દ્રભાઈ બારોટ, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, પૂર્વ મહામંત્રી જશુભાઈ પટેલ, ઉપપ્રમુખ મૂળજી ભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાબર ડેરી વાઇસ ચેરમેન બ્રિજેશ પટેલ, ડિરેક્ટર રામભાઈ પટેલ સંગઠન પ્રમુખ સુરેશભાઈ પટેલ મહામંત્રીશ્રીઓ પ્રશાંત પટેલ નરસિંહભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સુરેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રદેશમાં તેમજ જિલ્લાની કારોબારીમાં થયેલ ધન્યવાદ પ્રસ્તાવ ઉપર ખૂબ જ છણાવટથી મૂળજીભાઈ પટેલે અનુમોદન કર્યું હતું જેને પૂર્વ વિરોધ પક્ષના શીવાભાઈ પરમારે ટેકો જાહેર કર્યો હતો.
પૂર્વ મહામંત્રી જશુભાઈ પટેલે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને માર્મિક ભાષામાં ઠપકો આપ્યો હતો. પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ૧૮૨ સીટમાં એક સીટ મોદી સાહેબ ના જાેડીમાં ઓછી આપવા બદલ જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેને કમળને તેમજ નાના કાર્યકર્તાઓએ મોટું નુકસાન પહોંચાડયુ છે તેવું જણાવ્યું હતું. કનુભાઈ પટેલે પણ વિધાનસભાની ચૂંટણીમાં સાબરકાંઠા ની ત્રણ સીટો ભારતીય જનતા પાર્ટીને આવતા પણ એક સીટ ના આવતા એ આનંદ દુઃખમાં પરિવર્તન થઈ ગયો હતો.
આગામી લોકસભામાં ખભેખભા મિલાવી ૨૬ એ ૨૬ સીટ ગુજરાતની મોદી સાહેબના ચરણોમાં સુપ્રત કરવા આહવાન કર્યું હતું. અંતમાં આભાર વિધિ મહામંત્રી પ્રશાંત પટેલ કરી હતી.