અસ્પી દમણિયા રાષ્ટ્રીય લઘુમતી આયોગના મેમ્બર નિમાયા
(પ્રતિનિધિ) દમણ, પારસી સમાજ ના અગ્રણી અને દમણ નગર પાલિકા ના કાઉન્સીલર ,ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, અસ્પી દમણિયા રાષ્ટ્રીય લઘુમતી આયોગમા દાનહ અને દમણ-દીવના પેનલ મેમ્બર નિમાયા છે.
રાષ્ટ્રીય લઘુમતી આયોગના અંડર સેક્રેટરી એ.સેનગુપ્તાએ અસ્પી દમણિયાને પત્ર મોકલી નિમણૂંક અંગે જાણ કરી હતી . લઘુમતી આયોગના સદસ્ય તરીકે અસ્પી દમણિયા આયોગના ચેરમેન / વાઇસ ચેરમેનને સલાહ આપી શકશે.રાષ્ટ્રીય લઘુમતી આયોગના મેમ્બર નિમાતાની સાથે જ અસ્પી દમણિયાને દરેક જગ્યાએથી શુભેચ્છાઓ મળી રહી છે.