Western Times News

Gujarati News

બી. એમ. પટેલ વિદ્યાલય ગલોડિયામાં ધો.૧૦ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, શ્રી ગલોડીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી બી એમ પટેલ વિદ્યાલય ગલોડીયામાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તારીખ ૨૫ -૨ -૨૦૨૩ ને શનિવારના રોજ યોજાયો. સમારંભના અધ્યક્ષ સ્થાને શ્રી નરેશભાઈ આર પટેલ સાહેબ (પ્રિન્સિપાલ શ્રી બી.સી. શાહ આર્ટસ કોલેજ વડાલી)એ સ્થાન શોભાવ્યું. બાળકોને આશીર્વચન શ્રી રાહુલભાઈ આર પટેલ સાહેબ (કેમ્પસ ડાયરેક્ટર આર્કતા કોલેજ નવી મેતરાલ ) તથા મુખ્યમહેમાન શ્રી કીર્તિ કુમાર યુ. જાેષી (પ્રમુખ શ્રી સિનિયર સિટીઝન ખેડબ્રહ્મા).

શ્રી જીતાભાઈ ગેમરભાઇ પટેલ (મંત્રી શ્રી શેઠ કે.એલ. હોસ્પિટલ લક્ષ્મીપુરા) તથા અતિથિ વિશેષ શ્રી સંતોકબેન વણકર સરપંચ શ્રી ગલોડિયા ગ્રામ પંચાયત હાજર રહ્યા હતા. શ્રી ગલોડીયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી પી. આર પટેલ સાહેબ, ઉપપ્રમુખ શ્રી એન. એસ. પટેલ સાહેબ, મંત્રી શ્રી એન.ડી.પટેલ સાહેબ, કેળવણી મંડળના સભ્યશ્રીઓ તથા ગલોડીયા ઊડ્ઢઝ્ર ના આચાર્યશ્રીઓ તથા ગલુડિયા ગામના આગેવાનો તથા વાલીઓએ ઉપસ્થિત રહી તેજસ્વી તારલિયાઓને કન્યા કેળવણી અંતર્ગત શિલ્ડ તથા ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા સ્વાગત પ્રવચન શ્રી કે એ પટેલિયા આચાર્યશ્રી બી એમ પટેલ વિદ્યાલય દ્વારા કરાયું.

શાળાના પ્રમુખશ્રીએ પ્રસંગોચિત ઉદબોદન કર્યું. તથા ધોરણ ૧૦ ના વિદાય લઇ રહેલા બાળકો ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમારંભના અંતે મંત્રી શ્રી તથા સમારંભના ભોજન દાતા શ્રી એન.ડી. પટેલ સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી હિતેશભાઈ બી રાવલ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન સમારંભનુ આયોજન કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.