Western Times News

Gujarati News

ઓન રોડ પાર્કિંગ કરતા પણ સસ્તા દરે જલધારા વોટર પાર્ક આપવા મ્યુનિ. શાસકોમાં થનગનાટ

Jaldhara Water Park ahmedabad

મૂળ કોંગ્રેસી પરંતુ ધંધાકીય લાભાર્થે ભાજપમાં જાેડાયેલ અને કોર્પોરેટરપદ મેળવી ચુકેલ વ્યક્તિના પરિવારને ફરીથી “જલધારા વોટર પાર્ક” ચલાવવા માટે આપવામાં આવી રહયો છે.

ગરીબ નાગરિકો પર દાદાગીરી કરતા શાસકોએ જલધારા વોટર પાર્કના કોન્ટ્રાકટર પાસેથી ૧૭ વર્ષથી ટેક્ષ લીધો જ નથી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં બનાવવામાં આવેલ જલધારા વોટરપાર્કનો વધુ એક વખત “સીઝનલ સેલ”ના ભાવથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. મૂળ કોંગ્રેસી પરંતુ ધંધાકીય લાભાર્થે ભાજપમાં જાેડાયેલ અને કોર્પોરેટરપદ મેળીવ ચુકેલ વ્યક્તિના પરિવારને ફરીથી “જલધારા વોટર પાર્ક” ચલાવવા માટે આપવામાં આવી રહયો છે.

જેના માટે જૂના કરારની તમામ શરતો પણ રદ કરવામાં આવી છે. તથા નજીવા વાર્ષિક ભાડા સામે “ઝીરો પ્રોપર્ટીટેક્ષ”નો લાભ પણ આપવામાં આવ્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈને ઓન રોડ પાર્કિંગની ફી કરતા પણ સસ્તા દરે વધુ એક વખત જલધારા વોટર પાર્ક આપવામાં આવી રહયો છે. AMC authorities are ready to provide Jaldhara Water Park at a cheaper rate than on-road parking

https://westerntimesnews.in/news/254425/decision-to-award-jaldhara-waterpark-to-raids-tragedy-contractor-ahmedabad/

મ્યુનિ. કોર્પોરેશને તેની અંદાજે ૧૩ હજાર મો.મીટર જમીન પર વોટર પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા તથા ચલાવવા માટે સેવન સ્ટાર પ્રા.લી. કંપની સાથે ૧૯૯૮માં કરાર કર્યા હતા. કરારની શરત મુજબ આવકનો ૩૦ ટકા હિસ્સો કોર્પોરેશનને મળવાનો હતો તથા કરારની મુદત ૧પ વર્ષની હતી, જે ર૦૧૩માં પૂર્ણ થતી હતી,

પરંતુ ધંધાકીય લાભ માટે ભાજપમાં જાેડાયેલ કોન્ટ્રાકટરે વોટર પાર્ક બનાવવામાં બે વર્ષનો વિલંબ થયો હોવાના કારણો દર્શાવી ર૦૧પ સુધી મુદત લંબાવી હતી.

ત્યારબાદ પણ યેનકેન પ્રકારે મેળાપીપણા કરીને ર૦૧૭ સુધી વોટરપાર્કનો ભોગવટો કર્યો હતો. સદ્દર સંસ્થાને વધુ ર૦ વર્ષ માટે વોટરપાર્ક ચલાવવા માટે આપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેનો વ્યાપક વિરોધ થયો હતો. તથા મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખે ર૦ વર્ષ માટે વોટર પાર્ક આપવામાં ન આવે તેમજ ફરીથી ટેન્ડર થાય

તે માટે હાઈકોર્ટમાં રીટ કરી હતી જેમાં તેઓ સફળ થયા હતા. જેની સામે કોન્ટ્રાકટરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ કોર્પોરેશનને ફરીથી ટેન્ડર જાહેર કરવા નિર્દેશ કર્યા હતા.

ર૦૧૯માં કોર્પોરેશને જલધારા વોટરપાર્કના ઓપરેશન મેઈન્ટેનસ માટે જાહેરાત આપી હતી જેમાં અગાઉથી નિયત થયા મુજબ સેવનસ્ટાર કંપનીએ વાર્ષિક રૂા.ર૮ લાખની ઓફર કરી હતી જયારે બીજા નંબરની પાર્ટીએ રૂા.ર૬ લાખની ઓફર કરી હતી.

તેથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કાયદાકીય ગૂંચ ના થાય તેવી રીતે વધુ એક વખત સેવન સ્ટાર કંપનીને માત્ર બે વર્ષ માટે જ જલધારા વોટર પાર્ક આપવામાં માટે દરખાસ્ત તૈયાર કરી હતી પરંતુ તે સમયે પણ કાયદાકીય ગુંચ અને વ્યાપક વિરોધના કારણે કોન્ટ્રાકટ રિન્યુ થયો ન હતો તદઉપરાંત બાલવાટીકા દુર્ઘટના પણ કોન્ટ્રાકટ રિન્યુ માટે મહત્વનું પરિબળ રહયું હતું.

મ્યુનિ. કોર્પોરેશને ર૦૧૭થી જલધારા માટે કોઈ જ કાર્યવાહી કરી ન હતી પરંતુ બે વર્ષ અગાઉ જલધારામાં વિશ્વ કક્ષાની એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા જાહેરાત કરી હતી જે જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે અંતે ધાર્યું ધણીનું થાય તે કહેવત મુજબ જ મ્યુનિ. શાસકોએ ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈને માત્ર રૂા.૩પ લાખમાં નવો કોન્ટ્રાકટ આપવા નિર્ણય કર્યો છે.

જાેકે જલધારા માટે જે ભાડું નકકી કરવામાં આવ્યું છે તેની રકમ કોર્પોરેશન તરફથી ઓન રોડ પાર્કિંગ માટે જે કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેના કરતા પણ અત્યંત ઓછી છે. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. શાસકો અને ઝુ ના સુપ્રિટેન્ડન્ટ ડો. શાહુ એ નવા ટેન્ડરમાં તમામ પ્રકારની છુટછાટો આપી છે

જેમાં ઝીરો પ્રોપર્ટી ટેક્ષ, લગ્ન અને નવરાત્રી ગરબા તમામ પ્રકારના પ્રસંગ માટે સેવન સ્ટાર કંપની વોટર પાર્ક ભાડે આપશે જેની આવકમાંથી કોર્પોરેશનને રાતી પાઈ પણ આપવામાં આવશે નહી.

મતલબ કે મનપાને વાર્ષિક રૂા.૩પ લાખ આપીને નવરાત્રીના નવ દિવસમાં જ તેનાથી વધુ વળતર સેવન સ્ટાર કંપની મેળવી લેશે. જયારે વર્ષના ૩૬પ દિવસ પૈકી માત્ર ૬૦ દિવસ લગ્ન પ્રસંગ માટે પણ ભાડે આપવામાં આવે તો આવક કરોડોને આંબી જાય છે !

જાણકારોના મંતવ્ય મુજબ જુના કોન્ટ્રાકટ સમયે લગ્ન માટે વ્યક્તિદીઠ રૂા.૪પ૦ના ભાવથી વોટરપાર્ક ભાડે આપવામાં આવતો હતો જેમાં જમણવાર, ડેકોરેશન તથા ભાડુ તમામનો સમાવેશ થતો હતો સામાન્ય રીતે એક હજાર વ્યક્તિના પ્રસંગની ગણત્રી કરવામાં આવે તો પણ બીલની રકમ રૂા.૪પ લાખ થઈ જાય તેમ છે, મ્યુનિ. શાસકો કદાચ આ ગણિત સમજતા નીથી કે સમજવા માંગતા નથી.

પરંતુ ઝુ ના સુપ્રિ. ડો. શાહુ આ ગણિત સમજી ચુકયા છે તેથી જ તેમણે તમામ શરતો હળવી કરીને સેવન સ્ટાર કંપનીને જ કોન્ટ્રાકટ અપાવવા માટે મહેનત કરી છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. આ તો નવરાત્રી અને લગ્નપ્રસંગના હિસાબની વાતો છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે વાર્ષિક રૂા.૩પ લાખ ભાડા સામે તંત્ર દ્વારા કોઈ જ મિલ્કતવેરો લેવામાં આવશે નહી.

પ્રાણી સંગ્રહાલય સુપ્રિ. ડો. શાહુ એ “કોર્પોરેશનની મિલ્કત હોવાથી મિલ્કતવેરો લઈ ન શકાય” તેવો નવો નિયમ બનાવ્યો છે, તથા રીક્રીએશન કમીટી ચેરમેનને પણ આ જ નિયમ સમજાવ્યા છે. જલધારા વોટર પાર્કના નવા કોન્ટ્રાકટ મુજબ તંત્રને વાર્ષિક રૂા.૩પ લાખ મળશે જેની સામે કરોડો રૂપિયાની આવક ગુમાવશે

જુના કરારમાં પણ મિલ્કતવેરો લેવામાં આવ્યો ન હતો. ર૦૦ર-૦૩માં કોંગ્રેસ પક્ષે મિલ્કતવેરો ન લેવા માટે ભલામણ કરી હતી પરંતુ તેને સરકાર તરફથી મંજુરી મળી ન હતી તેમ છતાં ૧૭-૧૭ વર્ષ સુધી તંત્ર દ્વારા મિલ્કતવેરો લેવામાં આવ્યો ન હતો.

જુના કરારમાં જે શરતો ના ઉલ્લંઘન કરવામાં આવ્યા હતા તે તમામ શરતો નવા કરારમાં રદ કરવામાં આવી છે જેનો યશ મ્યુનિ. શાસકો અને ડો. શાહુ ના ફાળે જાય છે. પ્રજાના રૂપિયાનો ગેર વહીવટ કેવી રીતે કરવો તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જલધારા વોટરપાર્ક છે. ૧૯૯૮ની સાલથી તેનો ગેર વહીવટ થઈ રહયો છે તેમ છતાં માત્ર ભાજપનો ખેસધારણ કર્યો હવાથી પ્રજાના પરસેવાની કમાણીનો દુરુપયોગ થઈ રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.