Western Times News

Gujarati News

નીતિશ કુમારને મારી નાખવાની ધમકી આપનાર યુવકની ધરપકડ

પટના,  મુખ્યમંત્રી નીતિશ કુમારને બોમ્બની ધમકી આપનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ગુજરાત પોલીસે સુરતમાંથી પકડીને બિહાર પોલીસને સોંપ્યો હતો.
આરોપી યુવકે બિહારના સીએમને ઇન્ટરનેટ પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે બિહાર પોલીસે યુવકને પકડવા માટે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને ઝડપી લેવા તપાસમાં લાગી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે લસકાણા ગામમાં રહેતા અંકિતકુમાર વિનય કુમાર મિશ્રા (૨૮)ની ધરપકડ કરી છે.

પોલીસની કડક પૂછપરછ બાદ જાણવા મળ્યું કે આરોપીએ ૨૦ માર્ચે ઈન્ટરનેટ દ્વારા એક મીડિયા ચેનલનો સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રીને ૩૬ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરીને પટણા જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપી દીધો છે. બિહાર પોલીસ આરોપીને લઈને ગુજરાતમાંથી રવાના થઈ ગઈ છે. પોલીસ આરોપીને બિહાર લાવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.